________________
૩૯)
વંદનીય હૃદયસ્પર્શ
જિનવિજયજી, પંડિત સુખલાલજી, પૂરણચંદ નાહર, મોહનલાલ દલીચંદ દેસાઈ, દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે તેઓ અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા.
શ્રી ભંવરલાલજી નાહટાનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભિન્નભિન્ન સમયે અભિવાદન થયું હતું અને “સાહિત્ય વાચસ્પતિ', “જિનશાસન ગૌરવ”, “જૈન સમાજરત્ન' વગેરે પદવીઓ વડે તેઓ સન્માનિત થયા હતા.
પંચાસી વર્ષની ઉંમર સુધી નાહટાજી વિવિધ કાર્યક્રમો માટે, તીર્થયાત્રા માટે પરિભ્રમણ કરતા રહ્યા હતા. એમનું શરીર એવું નિરામય, સશક્ત, ફૂર્તિમય હતું. ૧૯૯૭માં તેઓ પોતાના વતન બિકાનેર ગયા હતા કારણ કે ૫.પૂ. આચાર્ય શ્રી તુલસીજી અને ૫.પૂ. સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજીનો બિકાનેરમાં પ્રવેશ હતો. બિકાનેરના આ રોકાણ દરમિયાન એક દિવસ નાહટાજી દેરાસરમાં દર્શન કરવા જતા હતા ત્યારે પડી ગયા. પગે ફેંક્યર થયું. ઉપચાર કરાવી તેઓ કલકત્તા પાછા આવ્યા. પણ હવે એમનું જીવન ઘર પૂરતું સીમિત થઈ ગયું. અલબત્ત ઘરે તેઓ સ્વાધ્યાય, લેખન વગેરેમાં મગ્ન રહેતા. કેટલાયની સાથે તેમનો પત્રવ્યવહાર ચાલતો. મારા ઉપર પણ તેમના અવારનવાર પત્રો આવ્યા. તેઓ પોતાના નવા પ્રકાશિત ગ્રંથો મોકલાવતા.
આ વર્ષો દરમિયાન એક વખત મારે કલકત્તા જવાનું થયું હતું ત્યારે હું એમને ઘરે મળવા ગયો હતો. તેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયા હતા, પરંતુ એમની માનસિક સ્કૂર્તિ અને સ્મરણશક્તિ પહેલાંના જેવી જ હતી. એમની લેખનપ્રવૃત્તિ સતત ચાલતી રહેતી.
છેલ્લા થોડા કાળમાં એમનું શરીર વધુ વ્યાધિગ્રસ્ત બન્યું હતું. પરંતુ તેઓ આત્મરમણતામાં રહેતા. “તનમાં વ્યાધિ, મનમાં સમાધિ' એ એમની આધ્યાત્મિક દશા હતી. આત્મા અમર છે, દેહ નાશવંત છે એની સતત પ્રતીતિ-સંવેદના એમને રહેતી. તેઓ શ્રીમદ્ રાજચંદ્રની “આત્મસિદ્ધિશાસ્ત્રની અને અન્ય મહાત્માઓની પંક્તિઓનું રટણ કરતા રહેતા.
૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સવારે એમણે કહ્યું કે પોતાને હવે થાક બહુ લાગે છે. હવે જવાની તૈયારી છે. તે દિવસે એમને સ્તવનો, સ્તોત્રો વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org