________________
૩૮
વંદનીય હૃદયસ્પર્શ છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા હતા. તેઓ જુદાં જુદાં ધર્મસ્તોત્રોનું રટણ કરતા હતા, પરંતુ તે યંત્રવત્ બની જાય ત્યારે બંધ કરી દેતા હતા.
ઑપરેશન પછી ચીમનભાઈ માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતા અને તે પણ અલ્પ પ્રમાણમાં. પરિણામે તેમનું શરીર દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું. ચહેરો પણ કરમાવા લાગ્યો. તેમને ઘરે લાવવામાં આવ્યા, જેથી વાતાવરણ થોડું બદલાય. તેમને કેન્સર છે એવી ડૉક્ટરોએ જાણ કરી દીધી હતી અને ચીમનભાઈ પોતે પણ મળવા આવનારાઓને પૂરી સ્વસ્થતાપૂર્વક કહેતા, “મને કેન્સર છે. આ હવે મારા અંતિમ દિવસો છે.” આ દિવાળીને દિવસે સાંજે અશક્તિ ઘણી હોવાછતાં બહારના રૂમમાં આવીને સોફા પરતેઓ બેઠા હતા. “પ્રબુદ્ધ જીવનનો છેલ્લો અંક વાંચતા હતા. હું તેમને મળવા ગયો ત્યારે એમને બહાર બેઠેલા જોઈને ઘણો હર્ષ થયો અને એમ થયું કે આ રીતે જો તબિયત સુધરતી જાય તો બે-ચાર મહિના કશો જ વાંધો નહિ આવે. એ દિવસે તેઓ વધારે સારી રીતે બોલી શકતા હતા. અલબત્ત, તેઓ વાત કરતાં કરતાં ઘડી ઘડી ભાવા બની જતા હતા. આંખમાં આંસુ આવી જતાં હતાં. એમણે કહ્યું, “જેમ જેમ મૃત્યુ પાસે આવે છે તેમ તેમ આ સંસાર અસાર છે, બધું જમિથ્યા છે એવો ભાસ દૃઢ થતો જાય છે. આમ છતાં મનુષ્ય સંસારમાં આટલો બધો આસક્ત કેમ રહ્યા કરે છે એ એક મોટો કોયડો છે !” - દિવાળીને દિવસે રાત્રે એમને લોહીની ઊલટી થઈ. ડૉક્ટરોની દષ્ટિએ
આ નિશાની બહુ સારી ન ગણાય. એટલે કે જીવનનો અંત ધાર્યા કરતાં હવે ઘણી ઝડપથી પાસે આવી રહ્યો છે. કેન્સર પેટમાં વધારે પ્રસરતું જતું હતું. બીજા દિવસથી એમની માંદગી ઘણી વધી ગઈ. પ્રવાહી આહાર પણ ઘટવા લાગ્યો, જાતે ઊઠવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ધર્મશ્રવણ માટેની ઉત્સુકતા વધવા લાગી. બાજુના ઉપાશ્રયમાંથી પૂ. ધર્મશીલાશ્રીજી મહાસતીજી તથા અન્ય મહાસતીજી સવાર-સાંજ આવીને સ્તોત્રો ઈત્યાદિ સંભળાવવા લાગ્યાં. ચીમનભાઈ પણ મહાસતીજી સાથે તે સ્તોત્રો બોલવા લાગ્યા. યંત્રવત્ થાય તો પણ રટણ કરવાનું હવે તેમને રુચવા લાગ્યું. વળી, “હે અરિહંત ભગવાન, હું તમારે શરણે છું.” એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા.
કારતક સુદ ચોથની રાત્રે હું તેમની પાસે ઊભો હતો. હાથ-પગ પોતાની મેળે ઊંચાનીચા કરી શકે એટલી શક્તિ પણ હવે તેમના શરીરમાં રહી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org