________________
૩૭૮
વંદનીય હૃદયસ્પર્શ
લીધી અને બધા સાથીદારોને કહ્યું કે સાંજે જમીને પાછા આવજો. સાંજે બધા આવ્યા. દરમિયાન આવા કામના અનુભવી માનભાઈએ બધાં માપ લઈ લીધાં હતાં. બધા આવ્યા એટલે માનભાઈએ કહ્યું આપણે જાતે જ થાંભલો ખસેડી નાખીએ. એથી લાઇન નાખવામાં કશો વાંધો આવે એમ નથી. બધાએ રાતોરાત બીજો ખાડો ખોદ્યો અને વીજળીનો થાંભલો ઉખેડી એમાં માપસર ગોઠવી દીધો. પછી વીજળીના થાંભલાવાળા ખાડામાં એક વૃક્ષનો મોટો રોપો વાવી દીધો અને માટી ભરીને એને પાણી પાઈ દીધું.
બીજે દિવસે સવારે કંપનીના માણસો કામ કરવા આવ્યા ત્યારે જાણે કાંઈ જ બન્યું નથી એવો દેખાવ રાખ્યો. જે મજૂરોએ થાંભલો લગાવ્યો હતો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે થાંભલો રાતોરાત કેવી રીતે ખસી ગયો, પણ કશું બોલી ન શક્યા.
પચાસેક વર્ષ પહેલાં, ૧૯૫૩માં માનભાઈનાં એક પરિચિત બહેનનો જીવ બાવવા માટે દાક્તરે લોહી ચડાવવા માટે કહ્યું. પણ લોહી લાવવું ક્યાંથી ? ઘણાં બધાંનાં લોહી તપાસાયાં. એમાં છેવટે એક ભાઈનું લોહીનું ગ્રૂપ મળતું આવ્યું અને એ બહેનનો જીવ બચ્યો. તરત માનભાઈને વિચાર આવ્યો કે ભાવનગરમાં એક બ્લડ બૅન્ક થવી જોઈએ. પોતે જ એ પ્રવૃત્તિ ઉપાડી. શેરીએ શેરીએ એ માટે ભૂંગળામાં બોલીને પ્રચાર કર્યો. શિશુવિહારમાં જ રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ કરી. પત્રિકાઓ છાપી પ્રચાર કર્યો. રક્તદાન આપનારને ‘યુવાનીમાં રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન’ જેવાં સુવાક્યો લખેલી પેન્સિલો, ડાયરીઓ ભેટ અપાવી. માનભાઈ આવી પ્રવૃત્તિઓની શરૂઆત પોતાનાથી જ કરતા. એમણે પોતે ૩૭ વાર રક્તદાન કર્યું હતું. એમણે રક્તદાનની બ્લડબૅન્કની આ પ્રવૃત્તિ ઘણી વિકસાવી હતી અને પછી બીજી સંસ્થાને સોંપી દીધી હતી. એમણે બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓનો આરંભ કરી પછી તે અન્ય સક્ષમ સંસ્થાને સોંપી દીધી હતી. તેઓ કહેતા કે દીકરી મોટી થાય પછી સાસરે જ શોભે.
અમૃતલાલ ઠક્કર કે જેઓ ‘ઠક્કર બાપા'ના નામથી જાણીતા હતા તેઓ મૂળ ભાવનગરના વતની હતા અને તેમણે પંચમહાલના આદિવાસીઓ માટે ઘણું મોટું સેવાકાર્ય કર્યું હતું. નિવૃત્ત થઈ તેઓ વૃદ્ધાવસ્થાનાં છેલ્લાં વર્ષોમાં ભાવનગર રહેવા આવ્યા હતા ત્યારે માનભાઈ એમને રોજ મળવા જતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org