________________
સ્વ. માનભાઈ ભટ્ટ સાઇકલ પર કોઈ જતું હોય અને એમના બરડા ઉપર લાંબા લટકણિયામાં મોટા અક્ષરે કંઈ લખેલું હોય તો સમજવું કે એ માનભાઈ ભટ્ટ છે. કોઈક સૂત્ર કે વિશેષ નામ મોટા અક્ષરે લખેલું હોય એવું શર્ટ પહેરવાની ફેશન તો હવે ચાલુ થઈ. માનભાઈ તો પાંચ દાયકા પહેલાં એટલા “મૉડર્ન હતાં. તેમનું એક લટકણિયું હતું
- ઈશ્વર અલ્લાહ + રામ-રહીમ તારાં નામ
સૌને સન્મતિ આપો કૃપાનિધાન. માનભાઈ એટલે એક માણસનું સરઘસ. બીજા જોડાય તો ભલે. તેઓ સાઈકલ પર નીકળે ત્યારે સાથે ચોપાનિયાં લેતા જાય. વચ્ચે વચ્ચે ઊભા રહે. સૌને મળે અને પોતાની પ્રવૃત્તિઓનાં, કે પોતાના સુવિચારોનાં ચોપાનિયાં વહેચે.
તેઓ સરકાર પાસે કે શ્રીમંતો પાસે સામેથી ક્યારેય માગવા ન જાય, પણ લોકો તરફથી એમને નાણાં મળતાં જાય. પૈસો પૈસો આપીને ઝોળી છલકાવી દેનારા સાધારણ માણસો પણ ઘણા હતા.
એક વાર તો એક ભિખારી એમની પ્રવૃત્તિથી અને વાતોથી એટલો પ્રભાવિત થયો હતો કે એણે પોતે ભૂખ્યા રહી પોતાને મળેલી ભીખ માનભાઈની ઝોળીમાં નાખી હતી.
અનેકવિધ અનુભવોમાંથી પસાર થયેલા હોવાથી કેટલીક કોઠાસૂઝ, નૈતિક હિંમત, વ્યવહારુ ડહાપણ ઇત્યાદિ માનભાઈમાં સહજ હતાં. કોઈ પણ પ્રશ્નનો તોડ કાઢતાં પણ એમને આવડે.
શિશુવિહારના આરંભકાળના એ દિવસો હતા ત્યારે ત્યાં જવા-આવવા માટે રસ્તો થયો, પણ વીજળી આવી નહોતી. વીજળી-કંપની ત્યારે ખાનગી હતી. વારંવાર પત્ર લખવા છતાં ત્યાં વીજળી આવી નહોતી. માનભાઈની લખાપટ્ટીથી ઉપરી સાહેબ તરફથી કામ કરવાવાળા સ્ટાફને ઠપકો મળ્યો. તેઓ આવ્યા, પણ ગુસ્સામાં વીજળીનો થાંભલો જાણી જોઈને એવો વચ્ચોવચ્ચ નાખ્યો કે બધાંને નડે. માનભાઈ ત્યારે બંદર પર કામ કરતા. સાંજે આવ્યા ત્યારે સાથી મિત્રોએ કહ્યું કે માણસો જાણી જોઈને વચ્ચે થાંભલો નાખી ગયા છે માટે ફરિયાદ કરવી જોઈએ. માનભાઈએ પરિસ્થિતિ બરાબર નિહાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org