________________
૪૨
વંદનીય હૃદયસ્પર્શ
એવાં ગૌરવર્ણનાં તેજસ્વી મેડમ વાડિયા પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય સંસ્કૃતિના સમન્વયના ઉત્તમ ઉદાહરણરૂપ દેખાય. કપાળમાં મોટો લાલ ચાંલ્લો, સેંથો પાડીને ઓળેલા વાળ, ઘણું ખરું પીળા કે કેસરી રંગની સાડી, ભારતીય ભાવનાભર્યા હાવભાવ, શાંત પ્રસન્ન મુખમુદ્રા, સ્મિતભરી મધુરી વાણી વગેરેની છાપ પ્રથમ દર્શને અત્યંત સચોટ પડે.
મેડમ હંમેશાં સતત કાર્યરત જણાય. પોતાને માટે સમયપાલનના ચુસ્ત આગ્રહી. ખોટી વાતોમાં સમય ન બગાડે. દેશપરદેશના અનેક મહાન કવિલેખકો અને થિઓસોફિસ્ટ મહાનુભાવો સાથે ઘનિષ્ઠ મૈત્રી. તેઓ તેમની સાથે સતત સંપર્કમાં રહે. તે બધાંની સાથે નિયમિત પત્રવ્યવહાર ચાલતો હોય, છતાં એમની વાતચીતમાં ક્યાંય અભિમાનનો રણકો નહિ. એમના વર્તનમાં ક્યાંય આડંબર જણાય નહિ.
એમની ઑફિસનું વાતાવરણ પણ શાંત અને પ્રેરક. સહુ કોઈ મ સ્વરે વાત કરે. મેડમની ચેમ્બરમાં સંદેશો પહોંચે એટલે બીજાં કામ પડતાં મૂકીને મળવા આવનારને તરત જ તેઓ બોલાવે. એમને મળવું એ પણ એક આનંદનો વિશિષ્ટ અનુભવ.
૧૯૭૭માં યોજાયેલી પી.ઇ.એન.ની સીડનીની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં મારે ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવાનો હતો એ નિમિત્તે અને ૧૯૭૯માં એ જ રીતે રીઓ ડી જાનેરોની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસને નિમિત્તે મારે મેડમ વાડિયાને અનેક વાર મળવાનું થયું હતું. ત્યારે એમનો અંગત પરિચય સવિશેષ થયો. એમની પાસે જતાં એક માતાતુલ્ય અપાર વાત્સલ્યનો અનુભવ થતો. જ્યારે એમને મળું ત્યારે તેઓ અત્યંત સ્વસ્થ અને પ્રસન્ન હોય. બીજાની કોઈ પણ વાત કે મુશ્કેલી તરત સમજે. કંઈ પણ કામ હોય તો સ્ટાફને તાબડતોબ સૂચનાઓ અપાઈ હોય અને નિર્ધારિત સમયે એ કામ અવશ્ય પાર પડ્યું જ હોય.
એક વખત મેડમ વાડિયાને એમની ઑફિસે હું મળવા ગયો હતો. તરત પાણી લાવવા માટે નોકરને સૂચના અપાઈ. નોકર પાણી લઈને આવ્યો. પરંતુ ડોર ક્લોઝરને કારણે બારણું કંઈક ઝડપથી વસાયું. નોકરના હાથને ધક્કો લાગ્યો. પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને કાચના ટુકડા ચારે બાજુ ઊડ્યા. ટેબલ પરની ચોપડીઓ અને અગત્યના કાગળ પર ઘણુંબધું પાણી ઊડ્યું. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org