SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મેડમ સોફિયા વાડિયા સુપ્રસિદ્ધ થિઓસોફિસ્ટ મેડમ સોફિયા વાડિયા માત્ર ભારતમાં જ નહિ, બલે સમગ્ર જગતનાં એક તેજસ્વી નારીરત્ન હતાં. મેડમ સોફિયા વાડિયાના અંગત પરિચયમાં આવવાનું મારે લેખકોની આંતરરાષ્ટ્રીય સંસ્થા પી.ઈ.એન.ના નિમિત્તે બન્યું હતું. એ પહેલાં મેડમ વાડિયાને કોઈ કોઈ પ્રસંગે બોલતાં સાંભળેલાં હતાં. એમના ઉમદા વક્તવ્યથી અને વ્યક્તિત્વથી ત્યારે હું બહુ પ્રભાવિત થયો હતો. મેડમ વાડિયા મુંબઈમાં ન્યૂ મરિન લાઈન્સ ખાતે આવેલા થિઓસોફી હોલના મકાનમાં ઉપરના માળે રહેતાં. બીજે માળે એમની ઑફિસ. આખું મકાન એમની સુવાસનું પરિણામ. એમના કાર્ય અને કાર્યક્ષેત્ર માટે દેશપરદેશના થિએસોફિસ્ટ મિત્રોએ મોટી રકમ આપીને આ મકાન તૈયાર કરાવેલું. પી..એન.ની ભારતની શાખાની સ્થાપના મેડમ વાડિયાએ કરેલી. એની વાર્ષિક સામાન્ય સભા થિઓસોફી હૉલના મકાનમાં દર વર્ષે મળે. સભા પુરી થયા બાદ મેડમ વાડિયાના ઘરે ચા-પાણી માટે જવાનું નિમંત્રણ પણ દર વર્ષે મળતું. એક નાની મંડળી જામે. ચા-પાણીની સાથે કોઈકની કવિતા કે વાર્તાના વાંચનનો કાર્યક્રમ પણ યોજાયો હોય. વાર્ષિક સામાન્ય સભા ઉપરાંત વખતોવખત વિદેશથી આવતા કવિ-લેખકો કે મુંબઈ તથા મુંબઈ બહારના ભારતીય કવિ-લેખકો સાથે ઔપચારિક કે અનૌપચારિક મિલનના કાર્યક્રમો જ્યારે ગોઠવાયા હોય ત્યારે પણ મેડમ વાડિયાને ત્યાં ચા-પાણી પણ રાખવામાં આવ્યાં હોય. એ વખતે મેડમનો વિશેષ પરિચય થાય. તેઓ ઉદાર અને અતિથિવત્સલ હતાં. કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં તેઓ જેટલું ધ્યાન રાખે તેટલું જ વ્યવસ્થામાં પણ ધ્યાન રાખે. એક વિદેશી નારી ભારતીય જીવન અને સંસ્કારને કેટલાં બધાં આત્મસાત્ કરી શકે તેનું જવલંત ઉદાહરણ એટલે મેડમ વાડિયા. વિદેશમાં જન્મેલાં, વિદેશમાં ઊછરેલાં, ચહેરો પણ વિદેશી, છતાં ભારતીય જેવાં લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy