________________
મેડમ સોફિયા વાડિયા
૪૩ એ વખતે મેડમે નોકરને કંઈ ઠપકો આપ્યો નહિ. એમના ચહેરા ઉપર જરા પણ વ્યગ્રતા દેખાઈ નહિ. તેઓ એવાં જ સ્વસ્થ અને શાંત હતાં. દસેક મિનિટ હું એમની પાસે બેઠો હોઈશ. દરમિયાન નોકરે આવી બધું સાફ કરી નાખ્યું. પરંતુ મેં જોયું કે જાણે કશું બન્યું જ નથી એવી રીતે મેડમ મારી સાથે વાતો કરતાં રહ્યાં. વિપરીત પ્રસંગે પણ સમતા ન ગુમાવે એવી સ્વસ્થતા મેડમમાં ત્યારે જોવા મળી.
મેડમ વાડિયાએ યુવાન વયે પેરિસની સેબોર્ન યુનિવર્સિટી, ન્યૂયૉર્કની યુનિવર્સિટી અને લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૨૦ થી ૧૯૨૯ સુધી યુરોપ અને અમેરિકામાં તેઓ રહ્યાં હતાં. ઇંગ્લિશ, ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષા ઉપર એમનું અસાધારણ પ્રભુત્વ હતું. તે દરેકમાં એમનું વસ્તૃત્વછટાદાર રહેતું. ૧૯૩૦માં તેઓ ભારતમાં આવ્યાં. તે સમયથી The Aryan Path નામના સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું હતું. પચાસ વર્ષથી અધિક સમય એમણે આ સામયિકને પોતાની સેવા આપી.
એમની બીજી મોટી સેવા તે ભારતમાં આવીને એમણે પી.ઈ.એન.ના અખિલ ભારતીય કેન્દ્રની સ્થાપના કરી તે છે. એમણે “ધી ઇન્ડિયન પી.ઈ.એન.” નામનું સામયિક ચાલુ કર્યું. એ માટે પણ એમણે પોતાના જીવનનો ઘણો અમૂલ્ય સમય આપ્યો.
મેડમ વાડિયાએ થિઓસોફીની, પી.ઈ.એન.ની અને ઇતર વિષયની ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં સક્રિય ભાગ લીધો હતો. પ્રથમ દર્શને જ તેજસ્વી જાજવલ્યમાન વ્યક્તિત્વ અને અસરકારક વાકછટાને કારણે મેડમ વાડિયા જે કોઈ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લે ત્યાં બધાંમાં જાણીતાં બની જતાં. એક વાર તેમને મળ્યા પછી વર્ષો સુધી વિવિધ પરિષદના પ્રતિનિધિઓ ભારતમાં કે વિદેશોમાં તેમને સતત યાદ કરતા રહ્યા છે.
મેડમ વાડિયા સાચા થિએસોફિસ્ટ હતાં. બધા ધર્મ પ્રત્યે, બધા દેશોની પ્રજાઓ પ્રત્યે તેમને હૃદયથી પૂરો સમભાવ, પ્રેમભાવ, આદરભાવ રહેતો. તેઓ અત્યંત નિસ્પૃહ અને નિરાસક્ત રહેતાં. એક વખત એક પુસ્તકમાં છપાવવા માટે મેં એમની પાસે એમના ફોટાની માંગણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓ ક્યારેય ફોટો પડાવતાં નથી અને છાપવા માટે ક્યાંય ફોટો આપતાં નથી. કોઈ કાર્યક્રમમાં એમનો ફોટો લેવાય તો તેમને ગમે નહિ. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org