________________
૩૫૫
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન હીરાલાલભાઈની સંભાળ રાખવા લાગ્યાં અને સાંત્વન આપવા લાગ્યાં. આ માનસિક માંદગી બે વર્ષ ચાલી એની અસર હીરાલાલભાઈના શરીર ઉપરાંત એમની બુદ્ધિશક્તિ અને સ્મરણશક્તિ ઉપર થઈ. કુટુંબીજનોએ એક કુશળ વૈદ્યના ઉપચાર ચાલુ કર્યા. વૈદ્ય એક ઔષધિ દૂધમાં પલાળીને રોજ સવારના ખાવા માટે આપી હતી. એમ કરતાં ધીરે ધીરે એમની માનસિક સ્વસ્થતા વધતી ગઈ અને સ્મરણશક્તિ પણ પાછી આવવા લાગી. બે વર્ષને અંતે તેઓ પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. સ્મૃતિશક્તિ બરાબર સારી થઈ ગઈ. ત્યાર પછી તેઓ પોતાનું લેખનકાર્ય પહેલાંની જેમ જ વ્યવસ્થિત રીતે કરવા લાગ્યા હતા.
હીરાલાલભાઈનાં ચારે સંતાનો ભણવામાં તેજસ્વી હતાં. એમને ભણાવવાનો ખર્ચ વધતો જતો હતો, પરંતુ પોતાને કોઈ નોકરી મળતી નહોતી. સંશોધનકાર્ય માટે યુનિવર્સિટી તરફથી મુકરર કરેલી સહાય મળતી. પણ એવી નજીવી રકમમાંથી કુટુંબનું ભરણપોષણ ક્યાંથી થાય? એવામાં એક સગાની ભલામણથી સૂરતના એક મહિલા વિદ્યાલયમાં એમને એક શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ એટલે તેઓ સપરિવાર સૂરત આવીને રહ્યા. સૂરતમાં સમય મળતો હોવાથી એમની તથા ઇન્દિરાબહેનની લેખનપ્રવૃત્તિ ફરીથી ચાલુ થઈ.
ઈન્દિરાબહેનમાં લેખનશક્તિ તો હતી, પણ લગ્ન પછી સંયુક્ત કુટુંબનું જીવન, સૂરત, મુંબઈ, પૂના એમ જુદે જુદે સ્થળે ઘર વસાવવું, ઘરકામ કરવું, સંતાનોને ઉછેરવાં અને પતિ હીરાલાલભાઈની સારસંભાળ રાખવી તથા એમનાં લખાણોની નકલ કરી આપવી, ગ્રંથોમાંથી સંદર્ભો કાઢી આપવા વગેરેમાં એમનો સમય વપરાઈ જતો. આથી તેઓ ખાસ કશું લખી શકેલાં નહિ, પરંતુ સૂરત આવવાનું થયું ત્યાર પછી એમને કેટલોક સમય મળવા લાગ્યો. એ વખતે એમણે પ્રાચીન અને અર્વાચીન સમયની સ્ત્રીઓનો પહેરવેશ” એ વિષય ઉપર સચિત્ર પુસ્તક તૈયાર કર્યું જે ૧૯૩૯માં પ્રકાશિત થયું છે. આ પુસ્તક વાંચતાં પ્રતીતિ થાય છે કે આટલા એક નાના વિષયનો કેટલો બધો ઊંડો અભ્યાસ એમણે કર્યો છે ! એમાં કેટલી બધી પારિભાષિક માહિતી એમણે આપી છે, જેમાંની કેટલીક તો હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. કોઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના શોધપ્રબંધ જેટલી યોગ્યતા આ ગ્રંથ ધરાવે છે. આ ગ્રંથ પછી એમની લેખનપ્રવૃત્તિ ફરી શાન્ત થઈ ગઈ, કારણ કે એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org