________________
૩૨૦
વંદનીય હૃદયસ્પર્શ પરિસ્થિતિ નિવારવાનું કાર્ય ગુણગ્રાહી સમાજ કર્યા વગર રહે નહિ.
સ્વ. હંસાબહેન મહેતાને મુંબઈમાં એમના ઘરે હું મળવા ગયો હતો એ વાતને પણ સાતેક વર્ષ થયાં હશે ! ત્રણ વ્યક્તિઓ મુંબઈ મારા ઘરે ઊતરે ત્યારે કોઈક કોઈક વાર તેમની સાથે હંસાબહેનને મળવા જવાનું મારે થતું : (૧) ચંદ્રવદન ચી. મહેતા, (૨) ડૉ. ભોગીલાલ સાંડેસરા અને (૩) કવિ ઉમાશંકર જોશી. એમાં પણ ઉમાશંકર જોશી કરતાં ડૉ. ભોગીલાલ સાંડેસરા અને ચંદ્રવદન મહેતા હંસાબહેનને મળવા માટે વધુ જતા, કારણ કે હંસાબહેન મહેતા જયારે સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતાં ત્યારે એ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ડૉ. સાંડેસરા અને ચંદ્રવદન મહેતાએ કાર્ય કર્યું હતું. બંને ઉપર હંસાબહેનનો ઉપકાર મોટો હતો.
ચંદ્રવદન મહેતા અને હંસાબહેન મહેતા લગભગ સમવયસ્ક હતાં. બંનેનો જન્મ સુરતમાં અને ઉછેર વડોદરામાં. હંસાબહેન સાથે ચંદ્રવદનની નિખાલસપણે બેધડક બોલવાની રીત પણ ખરી. પરંતુ ડૉ. સાંડેસરા હંસાબહેન કરતાં વીસેક વર્ષ નાના હતા. એટલે એમને હંસાબહેન માટે આદરભાવ ઘણો હતો. “હંસાબહેન અમારાં વાઈસ ચાન્સેલર છે. સયાજીરાવ યુનિવર્સિટીમાં મારી નિમણૂક કરનાર હંસાબહેન છે.” એવું બોલતાં સાંડેસરાની છાતી ફુલાતી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી હંસાબહેન અશક્ત રહેતાં એટલે અમે જ્યારે એમને મળવા જઈએ ત્યારે પોતાની રૂમમાંથી બેઠકના ખંડમાં આવતાં પંદરવીસ મિનિટ નીકળી જતી. નોકરાણી બાઈ હાથ પકડીને એમને બેઠકના ખંડમાં લાવતી. તેઓ સ્વસ્થપણે વાત કરતાં. યુનિવર્સિટીના કેટલાક યાદગાર પ્રસંગો વાગોળતાં. કેટલીક વાતોથી તેઓ પ્રસન્ન થતાં તો પોતાની યુનિવર્સિટીમાં ચાલતા રાજકારણની વાતો સાંભળી ખેદ અનુભવતાં. એકંદરે યુનિવર્સિટીની જ વાતો નીકળતી. પરંતુ તેઓ ઘણું ઓછું બોલતાં. ક્યારેક કોઈકના સમાચાર પૂછતાં. એટલે વાતનો દોર વધુ ચાલતો નહિ. ચંદ્રવદન, ડૉ. સાંડેસરા કે ઉમાશંકર જોશી માત્ર આદરભાવથી પ્રેરાઈને, હંસાબહેનને ફક્ત વંદન કરવાના અને ખબર જોવાના આશયથી જતા. હું તો ત્રણે કરતાં વયમાં ઘણો નાનો હતો. એટલે હું તો માત્ર સાથ આપવા જતો. અને એમની વાતચીતનો સાક્ષી બનીને શાંત બેસી રહેતો. વળી હંસાબહેન મને ઓળખે પણ નહિ. દર વખતે મારે માટે પૂછે, “આ ભાઈ કોણ છે ?' વૃદ્ધાવસ્થાને લીધે યાદ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org