________________
૩૨૧
હંસાબહેન મહેતા રહે એવું બનવું સ્વાભાવિક હતું. એમની વિસ્મૃતિથી મને ક્ષોભ થતો નહિ.
છેલ્લે છેલ્લે તો ચંદ્રવદન મહેતા કહેતા કે હંસાબહેનને મળવા જવાની ઇચ્છા થતી નથી, કારણ કે મળવા જવાથી એમને ઘણી તકલીફ પડે છે. હંસાબહેન કેટલાંક વર્ષથી પથારીવશ તો હતાં, પરંતુ ત્યાર પછી એમણે આંખોનું તેજ પણ ગુમાવી દીધું હતું. આંખોનું તેજ ચાલ્યા ગયા પછી તેમની પરાધીનતા વધી ગઈ હતી. જ્યાં સુધી આંખો ચાલી ત્યાં સુધી તેઓ કંઈક ને કંઈક વાંચતા રહેતાં, કારણ કે તેમનો વાચનનો શોખ ઘણો હતો. તેમને રેડિયો પર આવતી ક્રિકેટની કોમેન્ટરી સાંભળવાનો રસ પણ ઘણો હતો. પરંતુ છેલ્લાં વર્ષોમાં તેમના જીવનદીપનું તેજ નૈસર્ગિક રીતે પણ ઓછું થતું જતું હતું.
હંસાબહેન મહેતા એટલે જાજવલ્યમાન નારી. એમને તેજસ્વિતા વારસામાં મળી હતી. તેઓ વડોદરા રાજ્યના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી. સયાજીરાવના રાજ્યકાળમાં સર મનુભાઈ દીવાને રાજ્યની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સર મનુભાઈ મહેતા પોતે પણ ગુજરાતના પ્રથમ નવલકથાકાર કરણઘેલો'ના કર્તા સૂરતના શ્રી નંદશંકર તુળજાશંકર મહેતાના પુત્ર. ભારતના દેશી રાજયોમાં સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્ય ઘણું પ્રગતિશીલ રાજય ગણાતું. એ રાજ્યના દીવાનના ઘરમાં જેનો ઉછેર થયો હોય એ સંતાનને જન્મથી જ કેટલાક વિશેષ લાભ મળે અને એની બુદ્ધિ-પ્રતિભા ખીલે એ કુદરતી છે.
હંસાબહેન એમના જમાનામાં બી.એ. અને એમ.એ. થયેલાં. એ જમાનામાં છોકરાંઓમાં પણ મેટ્રિક થયેલા છોકરાઓ કોઈક જ જોવા મળે. આખા ઇલાકામાં ફક્ત બે-ત્રણ કૉલેજો હોય એ જમાનામાં કૉલેજમાં જઈ અભ્યાસ કરવો એ છોકરી માટે નવાઈની વાત હતી. વળી કેટલીક જ્ઞાતિમાં નિષિદ્ધ જેવી વાત પણ હતી અને રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારક ઘટના જેવી લેખાતી હતી. લેડી વિદ્યાબહેન નીલકંઠ, સૌદામિની મહેતા, શારદાબહેન મહેતા વગેરેનાં નામો પછી હંસાબહેન મહેતાનું નામ પણ બોલાતું.
યુનિવર્સિટીના શિક્ષણમાં નાગર કોમની યુવતીઓ જેટલી મોખરે હતી તેટલી અન્ય કોમની નહોતી. વિદ્યાબહેન નીલકંઠ પ્રથમ મહિલા ગ્રેજયુએટ હતાં. હંસાબહેન મહેતા પ્રથમ એમ.એ. થનાર મહિલા હતાં.
હંસાબહેનનો જન્મ સૂરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં ત્રીજી જુલાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org