________________
૩૨ ૨
વંદનીય હૃદયસ્પર્શ ૧૮૯૭ના રોજ થયો હતો. બાલ્યકાળથી જ તેઓ ખૂબ હોશિયાર હતાં. તેમની સ્મરણશક્તિ ઘણી સારી હતી. ૧૯૧૩માં તેઓ મેટ્રિક થયાં ત્યારે “ચેટફિલ્ડ પ્રાઇઝ', “નારાયણ પરમાનંદ પ્રાઈઝ' વગેરે મેળવેલાં. મેટ્રિક પછી વડોદરા કૉલેજમાં તેઓ દાખલ થયાં ત્યારે ત્યાં વિદ્યાર્થી સમાજ, વક્નત્વ મંડળી વગેરેની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધેલો.
હંસાબહેનને સંસ્કૃત અને ઇંગ્લિશ ભાષાના વિષયમાં ઘણો રસ હતો. (કૉલેજકક્ષાએ ગુજરાતી વિષય ત્યારે હજુ દાખલ થયો નહોતો.) તેટલો જ રસ તત્ત્વજ્ઞાનમાં રહેતો. હંસાબહેને મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા ફિલૉસોફીના વિષય સાથે સારા માર્ક્સ પાસ કરી. તે પછી તેઓ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયાં. તેમણે ત્યાં રહીને લંડન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયનો અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડમાં આ બે વર્ષના અભ્યાસ દરમિયાન તેમને સુપ્રસિદ્ધ ભારતીય કવયિત્રી શ્રીમતી સરોજિની નાયડુનો પરિચય થયો હતો. ૧૯૨૦માં જિનીવામાં ઇન્ટરનેશનલ વિમેન્સ કૉન્ફરન્સ યોજાઈ હતી તેમાં ભાગ લેવા માટે તેઓ સરોજિની નાયડુ સાથે જિનીવા ગયાં હતાં. જે દિવસોમાં પ્રવાસીઓ માટે વિમાનવ્યવહાર નહોતો એ દિવસોમાં તેઓ સ્ટીમરમાં ઇંગ્લેન્ડ ગયાં હતાં. ઇંગ્લેન્ડમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી ૧૯૨૨માં તેઓ વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયાં હતાં. ૧૯૨૩માં સાન ફ્રાંસિસ્કોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કેળવણી પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. આ રીતે યુવાન વયે જ તેમણે પોતાની તેજસ્વિતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દાખવી હતી.
૧૯૨૩માં હંસાબહેન વિદેશમાં અભ્યાસ કરીને વડોદરા પાછાં ફર્યા તે વખતે તેમની ઉંમર પચીસેક વર્ષની હતી. એ જમાનામાં એક કૉલેજકન્યા તરીકે આટલી બધી પ્રગતિ કરનાર અને આટલી તેજસ્વી કારકિર્દી ધરાવનાર યુવતીનો જોટો મળે નહિ. એ દિવસોમાં સામાજિક રૂઢિઓનાં બંધનો હતાં. જે જમાનામાં મોટા ભાગની છોકરીઓ હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા જતી ન હતી, તથા જવલ્લે જ કોઈક છોકરી મેટ્રિક સુધી પહોંચતી હતી અને પંદરસત્તર વર્ષે છોકરીઓનાં લગ્ન થઈ જતાં એ જમાનામાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવ્યા પછી વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરીને પાછા આવવું એ એક કૉલેજકન્યા માટે વિરલ ઘટના હતી. પરંતુ બીજી બાજુ એમાં સામાજિક સમસ્યા ઊભી થતી કે આવી કન્યાઓ માટે પોતાની જ્ઞાતિમાં યોગ્ય ઉમેદવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org