________________
તેઓ શોધાર્થીઓ માટે અઠવાડિયામાં એક દિવસ મુકરર કરી રાખતા. એક વિદ્યાર્થી આવે ને એ જાય એટલે બીજો વિદ્યાર્થી આવે. જાણે પીએચ.ડી ના વર્ગો ચાલતા હોય ! મુંબઈમાં જૈનદર્શન ના વિષયો લઈને જહેમતપૂર્વક મહાનિબંધ લખવાનું કાર્ય અત્યારે ખૂબ વેગથી ચાલી રહ્યું છે એના પ્રણેતા રમણભાઈ ગણાય.
રમણભાઈના સાહિત્ય-વિવેચન વિષયક ગ્રંથોનાં નામ પણ લાક્ષણિક રહેતાં. એમના પ્રથમ વિવેચનસંગ્રહનું નામ ‘પડિલેહા છે. પ્રાકૃત ભાષાના આ પારિભાષિક શબ્દનો અર્થ છે, સ્વતંત્ર દષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો. એ જ રીતે એમનો બીજો વિવેચનસંગ્રહ ‘બંગાકુ-શુમિ'. જાપાની ભાષાના આ શબ્દનો અર્થ થાય છે સાહિત્યમાં અભિરુચિ. એમણે એમના ત્રીજા વિવેચનગ્રંથનું નામ રશિયન શબ્દ પરથી ‘ક્રિતિકા' રાખ્યું છે.
રમણભાઈના અવસાનના સમાચાર ડલાસમાં રહેતા મારા પુત્ર નીરવને આપ્યા ત્યારે એણે રમણભાઈએ બાળપણમાં કરેલી માછલીની વાતનું સ્મરણ કર્યું. રમણભાઈ બાળકો સાથે જાતજાતની વાતો કરતા, મજા કરતા અને બાળકો પણ તેમના આવવાની વાટ જોતા. આવા રમણભાઈ અમદાવાદમાં આવે ત્યારે મારે ત્યાં ઊતરતા. એ સમયે અમદાવાદના ઘણા સાક્ષરો એમને મળવા આવતા. ક્યારેક ઘેર નાની સાહિત્ય પરિષદ ભરાઈ જતી.
આગામી ત્રીજી ડિસેમ્બરે રમણભાઈ એસીમા વર્ષમાં પ્રવેશ કરવાના હતા. તેઓ હંમેશાં એમ કહેતા કે જે કંઈ વાંચ્યું-લખ્યું, તેનો મને પરમ સંતોષ છે. સિત્તેર વર્ષ પછીનું જીવન એ “બોનસ' જ ગણાય. તેઓ એમના અંતિમ છેલ્લા બે દિવસ હૉસ્પિટલમાં હતા. બીજા દિવસે એમની તબિયત સુધારા પર હતી. એ સમયે એમના સ્વાથ્યની ખબર પૂછવા આવેલાં કેટલાંક કુટુંબીજનોને એમણે કહ્યું કે આજે કુટુંબના વડીલ તરીકે તમને કહું છું કે બધા સંપથી રહેજો. આટલું કહીને તેઓ મોટેથી ત્રણ વાર નમસ્કાર મહામંત્ર બોલ્યા, ૨૪મીની વહેલી સવારે બે વાગ્યે એમણે ભગવાન મહાવીરનાં આવેલાં સ્વપ્નની વાત કરી અને ૩-૫૦ મિનિટે દેહ છોડ્યો.
આવા રમણભાઈના અવસાનથી જૈન સમાજે એક જીવંત ચેતનગ્રંથ ગુમાવ્યો છે. ગુજરાતી સાહિત્ય અનેક દેશોનો પ્રવાસ ખેડનાર લેખકને વિદાય આપી છે અને અંગત રીતે મેં મારા પરિવારના મોભી ગુમાવ્યા છે.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org