________________
વંદનીય હૃદયસ્પર્શ આ રીતે અડધો કલાક પ્રમુખ તરીકે બંનેએ બોલીને, લોકોને ખડખડાટ હસાવ્યા કરીને કાર્યક્રમને વધુ રસિક બનાવ્યો.
આવો જ બીજો એક પ્રસંગ પણ મને યાદ છે જેમાં હું હાજર હતો. એ કાર્યક્રમમાં સ્ત્રીપુરુષ વિશે એક વિવાદસભાનું આયોજન થયું હતું. સભામાં પ્રસ્તાવની તરફેણમાં જ્યોતીન્દ્રને બોલવાનું હતું અને વિરુદ્ધમાં બીજા એક લેખકને બોલવાનું હતું. પરંતુ એ લેખક આવ્યા નહિ. એથી કાર્યકર્તાઓ મૂંઝાયા. પણ જ્યોતીન્દ્ર તેનો રસ્તો કાઢ્યો. જ્યોતીન્દ્ર પ્રથમ તરફેણમાં બોલ્યા. પછી બીજી બાજુ જઈ માઈક ઉપરથી એ પ્રસ્તાવની વિરુદ્ધમાં બોલ્યા. પોતે પ્રથમ કરેલી દલીલોને વિરુદ્ધમાં બોલીને એવી સરસ રીતે ઉડાવી કે શ્રોતાઓને એમ થયું કે સારું થયું કે પેલા લેખક આવ્યા નહિ, આવ્યા હોત તો એટલી મઝા આવત નહિ.
જ્યોતીન્દ્ર બહુ બુદ્ધિશાળી અને પ્રત્યુત્પન્નમતિવાળા હતા. શબ્દો પરનું એમનું પ્રભુત્વ એટલું સરસ હતું કે બીજાના ગમે તે શબ્દમાંથી તે હાસ્ય નિપજાવી શકતા. જ્યોતીન્દ્રના હાસ્યમાં દંશ કે દ્વેષની ગંધ ન આવે. તેઓ પોતાની જાત ઉપર સૌથી વધુ હસતા. પોતાને માથે અકાળે પડેલી ટાલ, ખરબચડી દાઢી, નબળું શરીર, શરદી વગેરે રોગો, આ બધાંને તેઓ ઉપહાસપાત્ર બનાવતા. જાહેર કાર્યક્રમોમાં પણ તેઓ દ્વેષપૂર્વક કોઈના ભોગે બીજાને હસાવે એવું બનતું નહિ. એમનામાં એક પ્રકારની અજાતશત્રુતા પણ હતી. પોતે કોઈ વાડાબંધી, જૂથબંધી, બીજાનો બહિષ્કાર વગેરેમાં માનતા નહિ. એને લીધે બધાંને એમના પ્રત્યે આદર રહેતો, ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીના હાથમાંથી લઈ લેવા માટે ગુજરાતભરમાં લેખકોની સહી મેળવવા માટે ઝુંબેશ ચાલી ત્યારે જયોતીન્દ્ર એમાં સહી આપી નહોતી. લેખકોની સભાઓ થતી અને કોની કોની સહી બાકી છે એમ પુછાતું, ત્યારે જયોતીન્દ્રનું નામ નીકળતાં વડીલ લેખકો એમ બોલતા કે, જ્યોતીન્દ્રને આપણે દબાણ ન કરવું જોઈએ. એમની સહી નથી, પણ એ આપણી સાથે જ છે.” જયોતીન્દ્ર પ્રત્યે બીજા લેખકોને કેટલો આદર હતો તેની ત્યારે પ્રતીતિ થતી.
જ્યોતીન્દ્ર અંદરથી ગંભીર પ્રકૃતિના હતા. તેઓ હળવું લખતા પણ તેમને ગમતું ગંભીર વાંચવાનું. સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને છંદ, ધ્વનિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org