________________
૪૦૦
અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
અંગ્રેજી ભાષા અને સાહિત્યના અધ્યયન અને અધ્યાપનને કારણે પટેલ સાહેબમાં શિસ્તપાલન, સમયપાલન, કાર્યવ્યવસ્થા, વહીવટી સૂઝ, ચોકસાઈ વગેરે બ્રિટિશ નાગરિકમાં હોય એવા ગુણો ખીલ્યા હતા. (આ ગુણો ભારતીય નાગરિકમાં ન હોય એવું નથી. પણ વર્તમાન સમયમાં સરકારી તંત્રમાં જે શિથિલતા, પ્રમાદ, ભ્રષ્ટાચાર, ગેરશિસ્ત વગેરે જોવા મળે છે એ સંદર્ભમાં બ્રિટિશ ગુણોની વાત છે.) પટેલ સાહેબે આઝાદી પહેલાંનાં ત્રીસેક વર્ષ બ્રિટિશ શાસન નિહાળેલું અને એમના ગ્રૅજ્યુએટ પિતાશ્રી સરકારી નોકરીમાં હતા અને મામલતદાર અને આસિસ્ટન્ટ કલેક્ટરના પદ સુધી પહોંચ્યા હતા. એટલે ગુલામ અને સ્વતંત્ર એમ બંને ભારતમાં જીવવાનો પટેલ સાહેબને જે લાભ મળ્યો એથી બંનેની ઉત્તમ ખાસિયતો તેમના જીવનમાં જોવા મળતી હતી.
વંદનીય હૃદયસ્પર્શ
પટેલ સાહેબના અવાજમાં મૃદુતાનો અને વાત્સલ્યભાવનો એક વિશિષ્ટ લહેકો હતો. તેઓ વાત કરે તો એટલી પ્રસન્નતાપૂર્વક કરે કે એમના હાવભાવ પરથી પણ તે આપણને સમજાય.
બાળપણમાં પટેલ સાહેબને ઘરમાં ‘બબુ’ કહીને બોલાવતાં, ત્યારપછી પટેલ સાહેબ પહેલાં સી.એન.પટેલ, પછી ચીમનભાઈ પટેલ અને પછી ચી. ના. પટેલ તરીકે ઓળખાયા. પટેલ સાહેબે બહુ નિખાલસપણે કહ્યું છે કે પોતાનું નામ ચીમનભાઈ પટેલ, પરંતુ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની સામે એક વખત આંદોલન ચાલ્યું હતું અને પ્રજામાં તેઓ અપ્રિય થઈ ગયા હતા એટલે તે વખતે નામસામ્ય ન રહે એ આશયથી એમણે પોતાનું નામ ‘ચીમનભાઈ પટેલ' લખવાને બદલે ‘ચી. ના. પટેલ' લખવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારથી આ નામ જ રૂઢ થઈ ગયું. કેટલાક તો એમને માટે ‘પટેલ' શબ્દ ન ઉચ્ચારતાં માત્ર ‘ચી.ના.’ જ ઉચ્ચારતા. જીવનના પૂર્વાર્ધમાં અંગ્રેજી પ્રમાણે ‘સી.એન.’ તરીકે જેમ તેઓ જાણીતા હતા તેમ ઉત્તરાર્ધમાં ચી.ના. તરીકે જાણીતા રહ્યા હતા. સી. એન.માંથી ચી.ના. કરવાનું સૂચન શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલું.
જેમ નામમાં તેમ પહેરવેશ, દેખાવ વગેરેમાં પટેલ સાહેબમાં પરિવર્તન આવતું ગયું હતું. સ્કૂલમાં હતા ત્યાં સુધી ખમીસ અને અડધી ચડ્ડી પહેરતા. કૉલેજમાં શર્ટ-પેન્ટ પહેરતા. અધ્યાપક થયા ત્યારે સૂટ પહેરતા. પછી ખાદીનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org