________________
સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ
૩૯૯
પટેલ સાહેબના જીવનમાં અત્યંત સાદાઈ હતી અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં તો તે વધુ જોવા મળતી હતી. છેલ્લે ત્રણેક વખત હું અમદાવાદમાં એમને મળવા એમના નીલકંઠ પાર્કના ઘરે ગયો હતો ત્યારે તેઓ ઘરમાં ઉઘાડા શરીરે માત્ર ખાદીની અડધી ચડ્ડી પહેરીને બેઠા હોય. એ ચડી પણ ધોબીની ધોયેલી, સફેદ બાસ્તા જેવી ઇસ્ત્રીવાળી ચડી નહિ, એક ગાંધીવાદીને શોભે એવી હાથે ધોયેલી સાધારણ ચડી. શિયાળો હોય તો જરૂર પૂરતાં ગરમ કપડાં તેઓ પહેરતાં, પરંતુ એમનાં વસ્ત્રોમાં કશી ટાપટીપ નહિ. તેઓ સહજ રીતે રહેતા. કોઈ મળવા આવ્યું હોય તો પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેસતાં સંકોચ અનુભવતા નહિ. વસ્તુતઃ અનૌપચારિકતા, સાદાઈ, અલ્પ પરિગ્રહ, ત્યાગ, વૈરાગ્ય વગેરે તેમના જીવનમાં બરાબર વણાઈ ગયેલાં હતાં. ગાંધીજીનો એમના જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હતો. થોડા વખત પહેલાં એમનાં પત્નીના અવસાન વખતે હું એમને મળવા ગયો ત્યારે પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેઠા હતા અને એવા જ સ્વસ્થ હતા. એમનાં સંતાનો અને તેમાં એમની વિશેષતઃ પુત્રી દીનાબહેન એમનું ઘણું ધ્યાન રાખતાં. પટેલ સાહેબ રોજ રેડિયો પર ત્રણચાર કલાક શાસ્ત્રીય સંગીત સાંભળતાં. પરંતુ પત્નીના અવસાન પછી રેડિયો ન સાંભળવાની એમણે પ્રતિજ્ઞા લીધી હતી.
અત્યંત પ્રવૃત્તિશીલ અને સક્રિય જીવન જીવનાર શ્રી પટેલ સાહેબે વાનપ્રસ્થાશ્રમમાં નિવૃત્ત જીવન જીવવાનું ચાલુ કર્યું ત્યારે એમણે લખેલું કે હું મારા આંતરજીવનની દિશા બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વળગણો, અધ્યાસો અને માથા ઉપરનો ભાર ઓછો કરતો જાઉં છું. છાપાં વાંચવાનાં બંધ કર્યા છે. મનને ગમે તે જ વાંચું છું. નવું જ્ઞાન મેળવવાની દષ્ટિએ કંઈ વાંચતો નથી અને અગાઉથી વિચાર કરીને તૈયારી કરવી પડે એવું બોલવાનું કે લખવાનું કોઈ આમંત્રણ ન સ્વીકારવાનો સંકલ્પ કર્યો છે.'
પટેલ સાહેબની શૈક્ષણિક અને સાહિત્યિક સિદ્ધિઓની વખતોવખત કદર થતી રહી હતી. કૉલેજકાળમાં તેમને પારિતોષિકો અને શિષ્યવૃત્તિઓ સાંપડ્યાં હતાં. અધ્યાપનક્ષેત્રે એમણે કરેલા શ્રેષ્ઠ પ્રદાન માટે ગુજરાત સરકારનો એવૉર્ડ મળ્યો હતો. સાહિત્ય માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને ૧૯૮૩માં સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેમને વિવેચન વિભાગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org