________________
૩૯૮
*
.'
વંદનીય હૃદયસ્પર્શ પણ વિવાદ થાય ત્યારે એમાં પટેલ સાહેબનો અભિપ્રાય અંતિમ અને નિર્ણાયક બની રહેતો. ગાંધીજીના પુત્ર હરિલાલ વિશે જયારે વિવાદ થયો ત્યારે પટેલ સાહેબે આધાર સાથે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો.
ગાંધીજીનાં લખાણો વિશે વર્ષો સુધી કાર્ય કરવાને કારણે તેઓ જાણે ગાંધીજીમય થઈ ગયા હતા. એ અંગે એમણે લખ્યું છે, “મને આંતરડાનો ક્ષય થયો ત્યારે ડૉક્ટરે મને રમૂજમાં કહ્યું હતું, “પટેલ, તમને ગાંધી વાઈરસનો રોગ લાગુ પડ્યો છે. (એટલે કે ગાંધીજીના વિચારોનો ચેપ લાગુ પડ્યો છે.) ગાંધીજીની જેમ આ ખવાય અને આ ન ખવાય એમ કરી તમે તમારું શરીર બગાડ્યું છે.' ડૉક્ટરનું નિદાન ખરું હતું, પણ પૂરું નહિ.' પણ બીજા એક અર્થમાં મને ખરેખર ગાંધી વાઇરસનો રોગ લાગુ પડ્યો છે. એની એક નિશાની એ છે કે મારા દરેક લેખમાં કંઈ ને કંઈ સંદર્ભમાં ગાંધીજીનો ઉલ્લેખ આવવાનો. મને એ ચેપ ન લાગ્યો હોત તો મારું જીવન કઈ દિશામાં વળ્યું હોત અને કેવું વેડફાઈ ગયું હોત એની હું કલ્પના નથી કરી શકતો.”
ઇંગ્લિશ ભાષાનું લેખનકાર્ય કરવું એ એમને માટે સહજ હતું. એમણે Moral and social Thinking in Modern Gujajat નામનો ગ્રંથ લખ્યો છે જે ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)એ પ્રગટ કર્યો છે. તદુપરાંત Mahatma Gandhi in his Gujajati Wjitings નામનો ગ્રંથ દિલ્હીની સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે.
પટેલ સાહેબનું ચિંતન અત્યંત વિશદ હતું. વર્ષોથી ઉત્તમ સાહિત્યના પરિશીલનથી એમની દૃષ્ટિ અત્યંત માર્મિક તથા ઝીણી ઝીણી ભેદરેખાઓ દર્શાવવા જેવી સૂક્ષ્મ બની હતી. વાલ્મીકિ રામાયણ વિશેનાં તેમનાં અવલોકનો અને અભિપ્રાયોમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે. વળી ગુજરાતી સાહિત્યમાં તેમનું અવલોકન બહુ સૂક્ષ્મ રહેતું. એક વખતે મારા ઘરે ચર્ચા થતી હતી ત્યારે એમણે વિધાન કરેલું કે ‘ઉમાશંકર જોષીની “વિશ્વશાન્તિ' નામની સુપ્રસિદ્ધ કવિતા એ બુદ્ધિની નીપજ છે, હૃદયની નહિ.'
પટેલ સાહેબ “નવનીત-સમર્પણ'માં આવતી “પાસપૉર્ટની પાંખે' નામની મારી પ્રવાસ-લેખમાળા નિયમિત વાંચતાં અને પોતાનો આનંદ પત્રમાં વ્યક્ત કરતા. એટલે જ “પાસપોર્ટની પાંખે'નો બીજો ભાગ-ઉત્તરાલેખન જ્યારે પ્રગટ થયો ત્યારે એમણે એમાં “મૃતિની પાંખે' નામની પ્રસ્તાવના લખી આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org