________________
વંદનીય હૃદયસ્પર્શ યજ્ઞેશભાઈને પહોંચાડવાની સૂચના કરી. “સાંજ વર્તમાનમાં મેં એ અહેવાલ તરત છાપવા આપી દીધો અને બીજે દિવસે સવારે યજ્ઞેશભાઈને નકલ પહોંચાડવા ગયો. આ મારી પહેલી મુલાકાત હતી. અહેવાલ જોતાં જ યજ્ઞેશભાઈ એકદમ ઊંચા સાદે બોલી ઊઠ્યા, “તમારા છાપામાં ગઈ કાલે આ અહેવાલ છપાઈ ગયો છે. આવો વાસી અહેવાલ અમને હવે કશા કામનો નથી. તમે પત્રકારત્વના ક્ષેત્રમાં નવા આવ્યા છો અને દૈનિકપત્રમાં કામ કરો છો, તો એ યાદ રાખો કે સમાચારોની બાબતમાં કોઈ પણ છાપાને વાસી રહેવું પરવડે નહિ. તમારો અહેવાલ અમારે હવે કચરા-ટોપલીમાં નાખવાનો જ રહે.” એમ કહી એમણે એ અહેવાલ મારા દેખતાં જ કચરા-ટોપલીમાં નાખી દીધો.
દૈનિક પત્રકારત્વમાં સમાચારો, અહેવાલો વગેરે છાપવાની બાબતમાં આવી રસમ હશે એની મને નવા પત્રકારને ત્યારે ખબર નહિ. મને મનમાં થયું કે “એમને ‘વંદે માતરમ્'માં એ અહેવાલ ન છાપવો હોય તો કંઈ નહિ, પરંતુ આટલો બધો ગુસ્સો કરવાની શી જરૂર હતી?” હું નિરાશ થઈ પાછો ફર્યો, પરંતુ તે દિવસે સાંજે “વંદે માતરમ્'માં જોયું તો અધ્યાપક સંમેલનનો અહેવાલ હતો. કિંતુ તે જુદા જ શબ્દોમાં, જુદી રીતે–અલ્લે વધારે સારી રીતે રજૂ થયો હતો. મને નવાઈ લાગી. હું યજ્ઞેશભાઈને ફરીથી મળ્યો. તેમનો આભાર માન્યો. એમણે કહ્યું, “બીજા છાપાંનો વાસી અહેવાલ તો અમે છાપીએ નહિ અને છતાં તમે નવા નવા પત્રકાર જાતે આવ્યા એટલે મારે તમારું લખાણ છાપવું જોઈએ. એટલે તમારા ગયા પછી કચરાની ટોપલીમાંથી પાછું કાઢી, તે વાંચી, નવેસરથી મેં મારી રીતે અહેવાલ લખી કાઢ્યો. દૈનિક વર્તમાનપત્રમાં કામ કરતા પત્રકારમાં આટલી આવડત તો હોવી જ જોઈએ કે ગમે તે લખાણને તે તરત ને તરત જુદા શબ્દોમાં, નવી શૈલીથી રજૂ કરી
શકે.”
આ પ્રથમ પરિચયે યજ્ઞેશભાઈ વિશે મારા મનમાં ઊંડી છાપ અંકિત થઈ કે તેઓ સાચી વાત માટે ક્યારેક બહારથી ઉગ્ર બને છે, તેમનો અવાજ પણ મોટો થઈ જાય છે, પરંતુ હૃદયથી તેઓ અવશ્ય મૃદુ રહી શકે છે.
યજ્ઞેશભાઈએ લેખક તરીકે નિબંધો, વાર્તા, નવલકથા ઇત્યાદિ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. “તૂટેલાં બંધન', “ગરીબની ગૃહલક્ષ્મી', “જીવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org