________________
યજ્ઞેશભાઈ હરિહર શુક્લ વગેરેની બાબતમાં તેઓ એટલા ચીવટવાળા રહ્યા કે પચ્ચીસ કરતાં વધુ વર્ષ તેઓ હૃદયરોગના હુમલા પછી જીવ્યા. આ જેવી-તેવી સિદ્ધિ ન કહેવાય. હૃદયરોગના હુમલા પછી ઘણા લાંબા સમય સુધી હયાત રહી હોય એવી વ્યક્તિઓનું સન્માન થોડાક વખત પહેલાં મુંબઈમાં એક સંસ્થા તરફથી થયું ત્યારે યજ્ઞેશભાઈએ તેમાં હાજરી આપી હતી અને સૌથી વધુ વર્ષવાળી વ્યક્તિ તરીકે તેમનું નામ એ સભામાં જાહેર થયું હતું.
યજ્ઞેશભાઈ વલસાડના વતની. ૧૯૦૯ની ૧૩મી માર્ચે એક મધ્યમ વર્ગના કુટુંબમાં એમનો જન્મ થયેલો. આર્થિક મુશ્કેલીને કારણે કૉલેજના અભ્યાસ સુધી તેઓ પહોંચી શકેલા નહિ. મુંબઈ આવ્યા અને સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના “ગુજરાતી' સાપ્તાહિકમાં તેઓ જોડાયા. સ્વ. અંબાલાલ બુલાખીરામ જાનીના હાથ નીચે તેઓ પત્રકારત્વની તાલીમ પામ્યા. ત્યાર પછી તેમણે સમગ્ર જીવન પત્રકાર તરીકે વિતાવ્યું. પત્રકારત્વના ક્ષેત્રનો યજ્ઞેશભાઈનો અનુભવ એટલે અર્ધી સદી કરતાં વધારે સમયનો અનુભવ. હિન્દુસ્તાન પ્રજામિત્ર’, ‘જન્મભૂમિ', “વંદે માતરમ્ અને “મુંબઈ સમાચાર એમ જુદાં જુદાં દૈનિકોમાં તેમણે વિવિધ પ્રકારની કામગીરી બજાવી. ‘વંદે માતરમ્' અને “મુંબઈ સમાચારમાં ઘણાં વર્ષો સુધી તેમણે અગ્રલેખ પણ લખ્યા. તેમના હાથ નીચે ઘણા પત્રકારો તૈયાર થયા. સમાચારની પસંદગી, તેનું મહત્ત્વ, તેની રજૂઆત, તેનું શીર્ષક વગેરે તમામ બાબતોને તેઓ ચીવટપૂર્વક તપાસતા. તેમની ઝીણી નજરમાંથી કશું છટકે નહિ. પત્રકાર સત્યનો ઉપાસક હોવો જોઈએ, માટે તે નીડર પણ હોવો જોઈએ. યજ્ઞેશભાઈમાં પત્રકાર તરીકે નીડરતાનો ગુણ ઘણો મોટો હતો. પોતાના અગ્રલેખોમાં તેમની નીડરતાનું આપણને દર્શન થતું.
સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.ની પરીક્ષામાં પાસ થયા પછી હું સાંજ વર્તમાન' દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયો હતો. એ વખતે યજ્ઞેશભાઈને પહેલી વાર મારે મળવાનું થયેલું. એ પ્રસંગ એટલો સચોટ છે કે તેનું વિસ્મરણ ક્યારેય થયું નથી. પત્રકાર તરીકે મેં હજુ શરૂઆત જ કરેલી. એક દિવસ અમારા પ્રાધ્યાપક શ્રી મનસુખલાલ ઝવેરીએ ગુજરાતી વિષયના અધ્યાપકોના સંમેલનનો અહેવાલ લખીને “સાંજ વર્તમાનમાં છાપવા માટે મને આપ્યો અને એની બીજી નકલ કરીને ‘વંદે માતરમ્'માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org