________________
૧
૦
યજ્ઞેશભાઈ હરિહર શુક્લ
મુંબઈના ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે શ્રી યજ્ઞેશભાઈ હરિહર શુક્લનું પ્રદાન ઘણું મોટું રહ્યું છે. આ પીઢ પત્રકારનું મુંબઈમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું હતું.
અવસાનના થોડા દિવસ પહેલાં અંધેરીમાં બીમાનગરમાં એમના નિવાસસ્થાને હું મળવા ગયો હતો ત્યારે તેઓ સ્વસ્થ હતા. પથારીમાં બેઠાં બેઠાં એમણે મારી સાથે ઘણી વાતો કરી. તેમણે કહ્યું, “હવે ઘરની બહાર નીકળાતું નથી. કોઈ આવે તો બહુ ગમે છે. આંખો હજી સારી છે એટલે વાંચવામાં સમય પસાર થઈ જાય છે. બાકી પાસે પથારી છે એટલે રસ્તા પરની અવરજવર દેખાય છે, એથી ઘરમાં પુરાઈ રહ્યા જેવું લાગતું નથી.”
યજ્ઞેશભાઈ “પ્રબુદ્ધ જીવન” નિયમિત રીતે આખું વાંચી જતા. હર બેત્રણ અંકે એમનો મારા ઉપર પત્ર આવ્યો જ હોય. “પ્રબુદ્ધ જીવન માટે તેઓ મને વખતોવખત પોતાના અભિપ્રાયો અને સૂચનો લખતા. સાથે સાથે તેઓ પોતાનાં પત્રકારત્વના ક્ષેત્રનાં અંગત સ્મરણો પણ તાજાં કરતા.
યજ્ઞેશભાઈ સાથે મારો સંબંધ ગાઢ થયો તે ફાર્બસ ગુજરાતી સભાની કારોબારી સમિતિને કારણે. તેની પ્રત્યેક મીટિંગમાં યજ્ઞેશભાઈ અચૂક સમયસર હાજર હોય. પોતે તબિયતને કારણે “મુંબઈ સમાચારમાંથી નિવૃત્ત થયા અને ઘરે રહેતા ત્યારે પણ ફાર્બસની મીટિંગમાં આવવાનું ચૂકતા નહિ. એકલા ન અવાય તો સાથે કોઈક સ્વજનને લઈને આવે અને અંધેરીથી આવે ત્યારે મુંબઈમાં ડૉક્ટરને પોતાની તબિયત બતાવવા માટેનો સમય પણ નિશ્ચિત કરીને આવે. એકસાથે બે કામ થાય. ફાર્બસની મીટિંગમાં કોઈ કોઈ વખત તેઓ પોતાની મેડિકલ ફાઇલ લઈને આવતા.
યજ્ઞેશભાઈ દરેક બાબતમાં ખૂબ ચીવટ અને ચોકસાઈ ધરાવનાર એવા જૂની પેઢીના માણસ હતા. ઈ. સ. ૧૯૫૫માં એમની તબિયત બગડી. એમના પર હૃદયરોગનો ગંભીર હુમલો થયો હતો, પરંતુ પોતાના આત્મબળથી જ તેઓ તેની સામે ટકી શક્યા. ત્યાર પછી ઉપચારો, ખોરાક, વ્યાયામ, પ્રકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org