________________
યજ્ઞેશભાઈ હરિહર શુક્લ
૬૭ સોદા', “ઈર્ષાની આગ”, “ખીલતી કળી”, “એ પત્ની કોની ?' વગેરે તેમનાં પુસ્તકો જાણીતાં છે; પરંતુ તેમણે છેલ્લે છેલ્લે લખેલાં પુસ્તકો : “એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા” અને “અર્ધ શતાબ્દીની અખબારી યાત્રા” વિશેષ જાણીતાં છે. એમાં પત્રકાર તરીકેના એમના વિવિધ પ્રકારના અનુભવો અને વ્યવહારુ સૂચનો જોવા મળે છે.
દૈનિક વર્તમાનપત્રમાં કામ કરતા પત્રકારોની કલમ ઘણુંખરું પરચુરણ વિષયો ઉપર લખવામાં કે પ્રાસંગિક ઘટનાઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કરવામાં ઘસાઈ જાય છે. તેમની લેખનશક્તિ ઘણીબધી વપરાતી હોવા છતાં તેમને હાથે ચિરકાલીન સાહિત્યનું સર્જન ઓછું થાય છે. વ્યાવસાયિક પત્રકારો માટે આ વિશેષ સાચું છે. યજ્ઞેશભાઈની બધી જ લેખનશક્તિ સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે વપરાઈ હોય તો આપણને કેટલીક સમર્થ કૃતિઓ સાંપડી હોત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org