SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વંદનીય હૃદયસ્પર્શ છેલ્લી બસ પકડવાની હોય એટલે બુધસભાનો કાર્યક્રમ ત્યાં સુધી ચાલતો. કોઈ વાર બસ ચૂકી જાય તો ઘરે ચાલતા પહોચે, જો સાથે કવિમિત્રો હોય તો. નહિ તો રિક્ષામાં જતા. ભરઉનાળાના ધખતા તાપમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક કાર્યાલયથી ઘરે કે ઘરેથી કાર્યાલય જતા. “કુમાર' માટે એમની તપશ્ચર્યા ઘણી આકરી હતી. બચુભાઈના નિકટ સંપર્કમાં આવવાની મને વધુ તક મળી જ્યારે તેઓ મુંબઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત થયા અને વખતોવખત મુંબઈ આવતા ત્યારે. કોઈક વખત મારે ઘરે પણ ઊતરતા. અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બૉમ્બે સેન્ટ્રલના સ્ટેશન ઉપર ગાડી, ઊપડતાં પહેલાં એક કલાક અચૂક મળવાનું ગોઠવાતું. લેખન માટે પ્રેરણા અને માર્ગદર્શન મને એમની પાસેથી સતત મળતાં. અમારા કુટુંબ માટે તેઓ વત્સલ વડીલ હતા. એમના પ્રત્યેક પોસ્ટકાર્ડમાં કુટુંબના બધા સભ્યોની પ્રવૃત્તિ – પ્રગતિ માટે પૃચ્છા રહેતી. બચુભાઈને જયોતિષમાં શ્રદ્ધા ઘણી હતી. પરંતુ એને કારણે થોડો વખત એમને વેઠવું પણ પડેલું. કોઈ સારા જોષીએ એમની કુંડળી જોઈને કેટલીક આગાહી કરેલી. એમાંની ઘણી સાચી પડી હતી એટલે એ જોષીના ભવિષ્યકથન ઉપર એમને વિશ્વાસ બેસી ગયો હતો. વર્ષો પહેલાં એ જોષીએ એમને કહેલું કે “તમારું આયુષ્ય ૬૪ વર્ષનું છે.” ૬૪મા વર્ષને તો હજુ ઘણી વાર હતી એટલે કંઈ ફિકર નહોતી પરંતુ બાસઠમા વર્ષથી બચુભાઈ પોતાના મૃત્યુ વિશે વધુ પડતા સભાન બની ગયા હતા. ૬૪મું આખું વર્ષ ચિંતામાં કાઢયું. અલબત્ત, કામ તો બધું બરાબર રોજ કરતા, પણ માથે ભાર રહેતો. પરિણામે તબિયત પણ થોડી બગડી. અંતે ૬૪મું વર્ષ પૂરું થયું ત્યારે એમની ચિંતા ટળી. પછી તો એ જ ઉત્સાહથી એમનું કામ ચાલ્યું. બચુભાઈને વિદેશ જવાની તક મળી. એ એમના જીવનનો અનેરા ઉલ્લાસનો પ્રસંગ હતો. જે જે સ્થળો, મ્યુઝિયમો, કલાકૃતિઓ વિશે વર્ષોથી પોતે “કુમાર”માં પરિચય આપતા રહ્યા હતા એ બધું નજરે જોવાની એમને તક સાંપડી. એને પરિણામે ઘણી બધી નવી સામગ્રી તેઓ “કુમાર' માટે ત્યાંથી લેતા આવ્યા. ૧૯૭૭માં બીજી વાર તેઓ લંડન ગયા ત્યારે હું ત્યાં એમને મળ્યો હતો. પરંતુ ઉંમર, ઠંડી અને અવરજવરની પરતંત્રતાને કારણે પહેલાં - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy