________________
૧૫
બચુભાઈ રાવત જેવી બીજી વારના પ્રવાસમાં એમને મજા આવી નહોતી.
એક વખત અમદાવાદ થઈને પાલીતાણા શત્રુંજયની જાત્રાએ હું જતો હતો. બચુભાઈને મળવા ગયો. વાત નીકળી. શત્રુંજયનાં મંદિરો પોતે હજુ જોયાં નથી એમ કહ્યું. શત્રુંજય વિશે “કુમારમાં આટલું બધું લખનાર એના કલામર્મજ્ઞ તંત્રીને અમદાવાદથી આટલું પાસે હોવા છતાં ત્યાં જવાની તક નહોતી મળી. મેં ત્યાં લઈ જવા માટે દરખાસ્ત મૂકી, એમણે ના પાડી, કારણ કહ્યું કે પોતાને પ્રોસ્ટેટ ગ્લાન્ડની તકલીફ છે. એટલે વારંવાર પેશાબ કરવા જવું પડે. પ્રવાસમાં એ ફાવે નહિ. વળી ઠંડી પણ સખત હતી. વાત મુલતવી રહી. બીજી વાર મારાં પત્ની સાથે હું અમદાવાદ ગયો હતો ત્યારે ખાસ ગાડીની વ્યવસ્થા કરી બચુભાઈને અને એમનાં પત્નીને શત્રુંજયની યાત્રા કરાવી. એમને બહુ આનંદ થયો. પાછાં ફરતાં વાત નીકળી. એમને મહુડીના ઘંટાકર્ણ વીરમાં ઘણી શ્રદ્ધા હતી. પણ ઘણાં વર્ષથી ત્યાં જવાની તક મળી નથી. અને હવે તબિયતને કારણે ખાસ વ્યવસ્થા હોય તો જ ત્યાં જઈ શકાય. બીજી વખત અમે ખાસ ગાડીની વ્યવસ્થા કરાવીને સાથે લઈ જઈ મહુડીની જાત્રા પણ એમને કરાવી. જાત્રા પછી બચુભાઈએ મને પત્રમાં જણાવ્યું, “મહુડીની જાત્રા મને તો સરસ ફળી છે. ઘણાબધા અણધાર્યા લાભ થયા છે. ઘંટાકર્ણ દેવે આટલી બધી મને અણધારી સહાય કરી છે એટલે ફરી દર્શન કરવા જવાની ભાવના છે.” પત્ર મળ્યો એટલે બીજી વાર એમને મહુડી લઈ જવાની ગોઠવણ કરી. હું મુંબઈથી અમદાવાદ આવ્યો અને એમને મળ્યો. તેઓ પથારીવશ હતા. પ્રવાસ ન કરવાની ડૉક્ટરે સલાહ આપી હતી. પરંતુ નક્કી કર્યું હતું એટલે મેં એક રસ્તો સૂચવ્યો. એમના બંને પુત્રો મારી સાથે મહુડી આવે. બરાબર સવારના અગિયારના ટકોરે અમારે સુખડીનો થાળ ધરાવવો અને એ જ સમયે બચુભાઈએ પથારીમાં સૂતાં સૂતાં ઘંટાકર્ણ વીરને મનમાં પગે લાગવું. એ પ્રમાણે અમે કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો. બચુભાઈને એથી બહુ જ સંતોષ થયો હતો. બચુભાઈનાં અંતિમ વર્ષોમાં એટલું કર્તવ્ય કર્યાનો અમને સંતોષ થયો.
બચુભાઈ વિશે લખતાં એમના જીવનના કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે !
શાળામાં બચુભાઈ અભ્યાસ કરતા હતા ત્યારે એમના વાંચવામાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org