SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ ગૌરીપ્રસાદ ઝાલા ક્યારેક તેઓ સંસ્કૃતમાં પણ ભાષણ આપતા, પણ પોતાના પાંડિત્યનું પ્રદર્શન ન કરવા અંગે તેઓ સદાય સજાગ રહેતા. ખાવાપીવાની બાબતમાં ઝાલાસાહેબ અત્યંત ચુસ્ત હતા. શરૂમાં તો તેઓ કોઈનેય ત્યાં કશું લેતા નહિ. કૉલેજમાં પણ પાણી સુધ્ધાં પીતા નહિ. બહુ વર્ષો પછી સાથી અધ્યાપકોના આગ્રહને વશ થઈ એમણે કૉલેજમાં ચા પીવા પૂરતી છૂટ સ્વીકારી હતી. તેઓ ઘરે સવારે બહુ વહેલા ઊઠી જતા. નિત્યકર્મ, પૂજાપાઠ વગેરેથી પરવારી કૉલેજ પહોંચી જતા. કોઈ વિદ્યાર્થી ઘેર આવે તો તેને માર્ગદર્શન આપતા. બહુ નાની ઉંમરે એમની એક આંખ ખોટી થઈ ગયેલી એને બીજી આંખ પણ બહુ વાચનને કારણે નબળી પડેલી એટલે રાતે તેઓ કંઈ વાંચતા નહિ, પણ નિયમિત રેડિયો સાંભળતા અને નવ-સાડા નવે સૂઈ જતા. દિવસે બારી પાસેની એક ખુરશી પર એમનું લેખનવાચન થતું, પણ અન્યથા તેઓ નીચે ગાદી પર બેસતા. બેત્રણ ફોલ્ડિંગ ખુરશીઓ અને પુસ્તકોનું એક કબાટ એ એમના ઘરનું રાચરચીલું. પણ એમની આટલી સાદગી વચ્ચે ય એ નાનકડા ઘ૨નું વાતાવરણ સદા વિદ્યાવ્યાસંગથી મહેકતું રહેતું હતું. ૧૯૫૦માં હું એમ.એ. થયો અને ત્યાર પછી ઝેવિયર્સ કૉલેજમાં જોડાયો ત્યારથી એ ઝાલાસાહેબના અવસાન સુધી દર અઠવાડિયે એકબે વખત એમને મળવા એમના ઘરે જતો હતો. ઝેવિયર્સ કૉલેજમાં પહેલાં એમના વિદ્યાર્થી તરીકે અને પછી એમના મદદનીશ અધ્યાપક તરીકે એમ અઢી દાયકા સુધી ઝાલાસાહેબના સહવાસમાં આવવાની અને એમના જીવનમાંથી પ્રેરણા મેળવવાની સુંદર તક સાંપડી હતી. અમારા દામ્પત્યજીવનના નિર્માણ અને ઘડત૨માં એમનો ઘણો મહત્ત્વનો ફાળો હતો. અમારા કુટુંબના ઉપર એમની સતત આશિષ વરસતી. વિદ્યાવ્યાસંગથી મહેકતા ઝાલાસાહેબના એ ઘરનાં અમારાં અનેક સ્મરણો તાજાં છે. ૧૯૩૫માં ઝાલાસાહેબનાં પત્ની રુદ્રબાળાબહેનનું અવસાન થયું હતું. ત્યારે ઝાલાસાહેબની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની હતી. નાગરી નાતના રિવાજ પ્રમાણે પત્નીને જાતે જ અગ્નિસંસ્કાર કરી એમણે સ્વજનોના આગ્રહ છતાં પુનર્લગ્નની પોતાની અનિચ્છા પ્રકટ કરી દીધી હતી. વિધુર થયા પછી નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલન માટે એમણે અંગત વ્યવહારમાં કેટલાક નિયમો સ્વીકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy