________________
૨૮૧
ફાધર બાલાશેર તો બીજી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજના કામ માટે તાલીમ લેવા જાઉં છું. મને તો આર્થિક નુકસાન થાય છે.”
પરંતુ ફાધરે મને આગ્રહ કર્યો અને જૂનથી ફુલટાઈમ કરી આપવાનું વચન આપ્યું. છેવટે ફાધરની વિનંતી મારે સ્વીકારવી પડી.
એન.સી.સી.ની તાલીમ લઈ હું મુંબઈ પાછો આવ્યો અને કૉલેજમાં જોડાઈ ગયો. જૂનમાં મને ફુલટાઇમ કરવાની વાત કૉલેજે કરી નહિ એટલે મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને વાત કરી. તેઓ ફાધર પાસે ગયા. વાતવાતમાં બે મહિના નીકળી ગયા. પછી એક દિવસ ફાધરને મળી આવીને તેઓએ મને કહ્યું, “રમણભાઈ, ફાધર તો ફુલટાઈમ કરવાની ના પાડે છે.” હેડ ક્લાર્કે કહ્યું કે “ફુલટાઇમ થવા માટે તમારે ભાગે અઠવાડિયે દસ લેક્ટર લેવાનાં હોવાં જોઈએ. પણ તમારી પાસે તો નવ લેક્ટર છે.'
“પણ હું તો તેર લેક્ટર લઉં છું.'
પણ ક્લાર્કે કહ્યું કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે ભાગે નવ લેક્ટર આવે છે. તમને કૉલેજે વધારાનાં લેક્ટર આપ્યાં છે તેની યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જરૂર નથી. એ તમારે ન લેવાં હોય તો તમે ના પાડી શકો છો.'
મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને કહ્યું, “હું મારી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજમાં આવ્યો તે વખતે મને ફુલટાઇમની વાત કરી હતી. ફાધરે પણ ફુલટાઈમની વાત કરી હતી. હવે યુનિવર્સિટીનો નિયમ બતાવી ફુલટાઇમ કરવાની કૉલેજ ના પાડે તે બરાબર ન કહેવાય.'
તેઓએ કહ્યું, “રમણભાઈ, અમે બે કલાક ફાધર સાથે માથાકૂટ કરી. કહેવાય એવા કડક શબ્દોમાં કહ્યું. પરંતુ ફાધર છેવટ સુધી મક્કમ જ રહ્યા. આવું થશે એવી અમને કલ્પના પણ નહોતી. અમે દિલગીરી છીએ કે હવે આમાં અમે બીજું કશું કરી શકીએ એમ નથી. એટલે કૉલેજમાં રહેવું કે ન રહેવું એ નિર્ણય તમારે કરવાનો છે.'
એમ કરતાં કરતાં પહેલું સત્ર પૂરું થઈ ગયું. મને થયું કે નોકરી છોડતાં પહેલાં મારે ફાધરને ફરી એક વખત જાતે મળી લેવું જોઈએ. હું સમય નક્કી કરીને ફાધર પાસે ગયો. ફાધરે યુનિવર્સિટીના એ જ નિયમોની વાત કરી. મેં ફાધરને કહ્યું, ‘તમે જાણો છો કે હું ફુલટાઇમ નોકરી છોડીને અહીં આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org