________________
સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ
૪૧૫ ત્યારે તનસુખભાઈનું હૃદય બહુ વ્યથિત થઈ ગયું હતું. ક્યાં ગાંધીજીનું સ્વપ્ન અને ક્યાં વર્તમાન પરિસ્થિતિ? એ વખતે તનસુખભાઈના હૃદયમાંથી કાવ્યપંકિતઓ સરી પડી હતી :
આ આંખોને શમણાં જોવાની ટેવ પડી; આ ટેવમાંથી ઉગારો હો રાજ !
આ આંખોને શમણાંનો ભાર લાગે છે. તનસુખભાઈએ ક્ષિતિજાને કહ્યું હતું કે પોતાના અવસાન પ્રસંગે બહુ માણસો એકત્ર કરવા નહિ અને પોતાના અસ્થિનું વિસર્જન સંગમમાં કરવું, ચોથી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ એમણે મૌન ધારણ કરી લીધું અને અંતર્મુખ બની ગયા. તેમણે ક્ષિતિજાને કહ્યું, “બેટા ! મને યમદૂતો દેખાય છે, તેઓ મને તેડવા આવ્યા છે. હું હવે જવાનો છું. તું શાન્તિથી રહેજે.' પાંચમી ફેબ્રુઆરીએ એમણે દેહ છોડી દીધો.
તનસુખભાઈનું એક મહત્ત્વનું કાવ્ય તે દાંડીયાત્રા છે. તેની રચના ૧૯૪૬માં (સં. ૨૦૦૨-જન્માષ્ટમી) થઈ હતી. ૧૯૫૧માં તે પુસ્તિકારૂપે પ્રગટ થયું હતું અને ત્યાર પછી ૧૯૫૫માં પોતાના કાવ્યસંગ્રહ “કાવ્યલહરી'માં એ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. આ ખંડકાવ્ય મન્દાક્રાન્તા છંદની ૧૨૫ કડીમાં (૫૦૦ પંક્તિમાં) લખાયું છે. તેનું સવિશેષ મૂલ્ય એ રીતે છે કે તેમાં સત્યાગ્રહ આશ્રમનું શબ્દચિત્ર બહુ સુંદર આપવામાં આવ્યું છે કે જે એક દસ્તાવેજી ચિત્ર જેવું થયું છે. વળી દાંડીયાત્રા કયા કયા પ્રદેશમાંથી-ગામનગરમાંથી પસાર થઈ હતી એનો ક્રમ અને એનું શબ્દચિત્ર આપણને પ્રાપ્ત થાય છે. એક દસ્તાવેજી કાવ્ય તરીકે એની મૂલ્યવત્તા ઘણી છે.
‘દાંડીયાત્રા” નાની પુસ્તિકા તરીકે પ્રકાશિત થઈ ત્યારે એની પ્રસ્તાવના અનંતરાય રાવળે લખી હતી. એ જ કાવ્ય “કાવ્યલહરી'માં છપાયું ત્યારે એ સંગ્રહની પ્રસ્તાવના સ્વ. વિદ્ધવર્ય રસિકલાલ પરીખે લખી હતી. “દાંડીયાત્રા' કાવ્યને તેમણે કાલિદાસના “મેઘદૂત'ની યાદ અપાવે એવા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે, કારણ કે આ કાવ્યમાં મેઘદૂતની જેમ “સાબરમતી આશ્રમથી દાંડી સુધીમાં આવતાં સ્થળોનાં વર્ણનો છે.
ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવ્યા એ ઘટનાના નિરૂપણથી કવિ આ “દાંડીયાત્રા' કાવ્યનો આરંભ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org