________________
ચંદ્રવદન મહેતા
૧૧૩ હતાં. એટલે વર્ગમાં તેઓ જ્યારે આવ્યા ત્યારે “આગગાડી', “નાગાબાવા', મૂંગીસ્ત્રી' વગેરેના લેખક તરીકે તેમને પહેલી વાર મળ્યા. તેમનું વક્તવ્યસ્પષ્ટ અને ધારદાર, ક્યારેક કટાક્ષમય હતું. બેપરવાઈનો રણકો તેમાં સાંભળવા મળે. નાટકના સંવાદો અભિનય સાથે તેઓ બોલતા. વ્યાખ્યાન પૂરું થયા પછી અમારા વિદ્યાર્થી મિત્રોમાં વાત સાંભળવા મળી કે ચંદ્રવદને પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધા છે. એ દિવસોમાં આવા સમાચાર બહુઆઘાતજનક ગણાતા. આવા સરસ લેખક સાથે એમની પત્નીને કેમ નહિ બન્યું હોય તેવો પ્રશ્ન અમારા વિદ્યાર્થી માનસને સતાવતો રહ્યો હતો. પછીથી તેઓ એમના વિચ્છિન્ન દામ્પત્યજીવનની અને ચંદ્રવદનની ખેલદિલીની ઘણી વાતો જાણવા મળી હતી. કેટલીક વાતો તો ત્યારપછી એમના મુખેથી પણ સાંભળી હતી.
ચંદ્રવદન સાથે પત્રવ્યવહારનો પ્રસંગ મારે ૧૯૪૮માં થયો હતો. હું સાંજ વર્તમાન'ના તંત્રી વિભાગમાં પત્રકાર તરીકે કામ કરતો. મારા મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે “મનીષા' નામના સૉનેટસંગ્રહનું સંપાદન હું કરતો હતો. એ વખતે સૉનેટ છાપવા માટે અનુમતિ મેળવવા ગુજરાતના કવિઓને અમે પત્રો લખેલા. એમાં સૌથી ઉમળકાભર્યો સહકાર ચંદ્રવદન તરફથી મળેલો. કેટલાક પુરસ્કારની નાની રકમનો વાંધો પાડેલો, કેટલાકે જાતજાતની શરતો કરેલી. પરંતુ ચંદ્રવદને લખેલું કે “તમારે મારાં જે સૉનેટ છાપવાં હોય તે છાપશો. મારે પુરસ્કારની રકમ જોઈતી નથી. તમે યુવાન છો, ઉત્સાહી છો, બિનઅનુભવી છો અને ગાંઠના પૈસા ખરચીને સંપાદન છપાવવાના છો. એટલે હું પુરસ્કાર લેવાનો નથી.' એમના ઉષ્માભર્યા ઉત્તરથી અમને બહુ જ આનંદ થયો. ત્યારપછી પુસ્તક છપાઈ જતાં તેની નકલ આપવા અમે વડોદરા ગયા હતા અને એમને રૂબરૂ મળ્યા હતા. તે વખતે પણ એટલી જ ઉષ્માથી એમણે અમને આવકાર આપ્યો હતો અને અમારી સાથે સાહિત્યજગતની ઘણી વાતો કરી હતી. અલબત્ત આ અલ્પ સમયની એક ઔપચારિક મુલાકાત હતી. - ચંદ્રવદનને મુંબઈમાં સભાઓમાં અને રેડિયો ઉપર અનેક વાર સાંભળ્યા હતા. પરંતુ અમારો પરસ્પર નિકટનો પરિચય ખાસ થયો ન હતો. મારા કરતાં ઉંમરમાં તેઓ પચીસ વર્ષ મોટા એટલે એ અંતર તો હતું જ, પરંતુ કુદરતી રીતે જ એમની સાથે ઈ. સ. ૧૯૭૦ સુધી મારે વિશેષ અંગત પરિચયમાં આવવાનું થયું ન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org