________________
૪૩૭
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ખતરી થઈ હતી કે જયાં નેત્રયજ્ઞ હોય ત્યાં નજીકમાં જે કોઈ તીર્થ હોય એની અમે યાત્રા કરતા. એટલે આ બાવીસ વર્ષ દરમિયાન સંઘ દ્વારા સિત્તેર જેટલા નેત્રયજ્ઞ યોજાયા હશે અને એટલી જ અમે તીર્થયાત્રા કરી હશે. દોશીકાકા સાથે આવે અને પહેલેથી પુછાવે કે આ વખતે તમારે યાત્રા કરવા કઈ બાજુ જવું છે?
દોશીકાકા એટલે આંખનું મોબાઇલ દવાખાનું. મેં કેટલીયે વાર જોયું છે કે અમે ચાલ્યા જતા હોઈએ ત્યાં સામેથી આવતો કોઈક માણસ કહે, “દોશીકાકા, રામરામ.' કાકા ઓળખે નહિ, પણ વાત કરવા પ્રેમથી ઊભા રહે. ત્યાં આવનાર વ્યક્તિ કહે, “કાકા, મારી આંખ જોઈ આપોને, મોતિયો તો નથી આવતોને ?'
કાકા એમ ન કહે કે “ભાઈ અત્યારે ટાઇમ નથી. દવાખાને બતાવવા આવજે.' તેઓ તરત થેલીમાંથી બેટરી કાઢે અને બિલોરી કાચ કાઢે. પેલાની બંને આંખ વારાફરતી પહોળી કરી, ટૉર્ચ મારીને અને જરૂર પડે તો કાચનો ઉપયોગ કરીને જુએ અને સંતોષકારક જવાબ આપે. આવું કામ કરવામાં કાકાને ક્યારેય મોડું ન થાય. કાકાને મન દર્દી એટલે દરિદ્રનારાયણ. કાકાએ હજારો માણસની આંખ રસ્તામાં જ બરાબર ધ્યાનથી જોઈ આપી હશે. કોઈ વાર એવું બને કે આંખ જોયા પછી કાકા કહે “ભાઈ, તમારી આંખ મશીનમાં જોવી પડશે. દવાખાને આવજો.'
અમેસ યુવક સંઘના આઠ-દસ સભ્યો નેત્રયજ્ઞ માટે જ્યારે ચિખોદરા જઈએ ત્યારે કોઈકને આંખ બતાવવાની હોય, નંબર કઢાવવાનો હોય તો કાકા દવાખાનામાં બધાંની આંખો જોઈ આપે. કાકા નંબર કઢાવવા માટે લાઈટ કરીને નાનામોટા અક્ષરોના ચાર્ટમાં અમને અક્ષરો વંચાવે. એમાં નીચે ઝીણા અક્ષરોની લીટી આવે. લ ન ગ ક૨. અમારા એક મિત્રે ભૂલથી વાંચ્યું “લગન કર' એટલે હસાહસ થઈ પડી. ત્યારથી આંખો બતાવવી હોય તો અમે કહીએ, “કાકા, લગન કર'. એટલે કાકા તરત સમજી જાય અને બધાંની આંખો જોઈ આપે. ચશ્માંનો નંબર કાઢી આપે.
એક વખત અમે ગુજરાતના એક નગરમાં એક નવી થયેલી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી અને ડૉક્ટરો પણ સેવાભાવી હતા. હૉસ્પિટલમાં બીજે હોય એના કરતાં પંચોતેર ટકા ચાર્જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org