________________
૪૩૬
વંદનીય હૃદયસ્પર્શ તરફથી આઠ-દસ દિવસનો મોટો નેત્રયજ્ઞ યોજાય છે. કાકા એમાં પણ સમયસર પહોંચી જાય છે.
આંખના દવાખાનામાં રોજ સવારથી જ ઘણા માણસો આંખ બતાવવા આવી જાય. દોશીકાકા ઉપરાંત આંખ તપાસનારા બીજા ડૉક્ટરો પણ હોય. પણ ઘણા દર્દીઓ પોતાની આંખ દોશીકાકાને જ બતાવવાનો આગ્રહ રાખે. એટલે એમને માટે ઘણી મોટી લાઇન થાય. એટલે કાકાના સહકાર્યકર્તાઓમાંથી કોઈકે સૂચન કર્યું કે “કાકા, તમને બતાવવાનો આગ્રહ રાખનાર દર્દી પાસે આપણે પાંચ કે દસ રૂપિયાની ફી રાખીએ તો કેમ? એથી થોડો બોજો ઓછો થશે, વિના કારણ આગ્રહ રાખનારા નીકળી જશે અને સંસ્થાને આવક થશે !' કાકાએ થોડી વાર પછી હસતાં કહ્યું, “ભાઈ, દરિદ્રનારાયણ પાસે ફીની વાત કરવી એ મને યોગ્ય લાગતું નથી. દર્દી એ આપણા દેવ જેવો છે. એનું દર્દ દૂર કરીએ એ જ આપણું ધ્યેય હોવું જોઈએ.”
એક વખત એક નેત્રયજ્ઞમાં એક બાપ પોતાના નાના દીકરાને લઈને આવ્યા હતા. તેની બંને આંખ સદંતર ગઈ હતી. કાકાએ કહ્યું ત્યારે બાપ કાકાના પગ પકડી કરગરવા લાગ્યા. કાકાને કડવું સત્ય કહેવું પડ્યું. પણ એ કહેતાં કહેતાં કાકા પોતે રડી પડ્યા. ત્યાર પછી કાકાએ પોષણના અભાવે બાળકની આંખ ન જાય એ માટે બાળકોને ખવડાવવા માટે સુખડી કરી અને ગામેગામ જઈ વહેંચવાનો – અંધત્વનિવારણનો કાર્યક્રમ ઉપાડ્યો.
ઈ.સ. ૧૯૮૪થી ૨૦૦૪ સુધીમાં જૈન યુવક સંઘ તરફથી દાતાઓના દાનથી ચિખોદરાની “રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલ દ્વારા ગુજરાતમાં કેટલાંયે સ્થળે નેત્રયજ્ઞ થયા છે. પહેલી-બીજી વખતના અનુભવથી અમને એમ થયું કે નેત્રયજ્ઞમાં અવશ્ય જવું અને ગરીબ દર્દીઓ માટે થતી મફત આંખની શસ્ત્રક્રિયા જાતે નિહાળવી. ગુજરાતની ગરીબીનો એથી વાસ્તવિક ખ્યાલ મળે છે. કેટલાયે ગરીબ દર્દીઓ પાસે નેત્રયજ્ઞ સુધી આવવાનું બેચાર રૂપિયા જેટલું પણ બસભાડું ન હોય. એટલે આ નેત્રયજ્ઞોમાં અમે ગરીબોને બીજી પણ સહાય કરતા. દોશીકાકાના જુદી જુદી સંસ્થાઓ તરફથી થતા નેત્રયજ્ઞો આખું વરસ ચાલતા હોય એટલે અમે અમારા નેત્રયજ્ઞની તારીખ ત્રણ મહિના અગાઉ નક્કી કરી લેતા. અમારા સંઘની સમિતિમાં સાત-આઠ સભ્યો એવા છે કે જે અવશ્ય નેત્રયજ્ઞમાં આવે. વળી આરંભથી જ કાકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org