________________
૪૩૫
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા
દોશીકાકાનો નિત્યક્રમ તે વહેલી સવારે ઊઠી સીધા સામાયિકમાં બેસી જવું અને લોગસ્સનો જાપ કરવો. પછી દૂધ પીને (ચા તો કાકાએ જિંદગીમાં
ક્યારેય ચાખી નથી.) હૉસ્પિટલમાં ઑપરેશન કરે અને ત્યાર પછી આણંદના દવાખાનામાં જાય.
દોશીકાકા સાંજે જમીને ભાનુબહેન સાથે સારા ગ્રંથોનું વાંચન કરે. રાત્રે દોશીકાકા ઑફિસમાં ટેબલ પર માત્ર ચાદર પાથરી, ટેલિફોન પાસે રાખી સૂઈ જાય. સૂતાં જ ઊંઘ આવી જાય. રાત્રે કોઈનો ફોન આવે તો દોશીકાકા તરત ઉપાડે. પછી જો ઊંઘ ઊડી જાય તો તરત સામાયિકમાં બેસી જાય.
દોશીકાકાએ પાંચ દાયકા કરતાં વધારે સમયથી ક્ષયનિવારણ અને અંધત્વ-નિવારણના ક્ષેત્રે સંગીન, સંનિષ્ઠ, સેવાભાવી કાર્ય કર્યું છે. એટલે એમની એ ક્ષેત્રની સિદ્ધિઓની કદરરૂપે વખતોવખત જુદી જુદી સંસ્થા કે સરકાર તરફથી એવૉર્ડ, સન્માનપત્ર વગેરે ઘણાં મળ્યાં છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્વિન્ઝરલેન્ડ, સ્વીડન, જર્મની વગેરે દેશો તરફથી એમને સહાય મળી છે. દોશીકાકાએ કેટલીયે સંસ્થામાં પ્રમુખ, માનદ્ મંત્રી, ટ્રસ્ટ્રી, સમિતિના સભ્ય તરીકે કાર્ય કર્યું છે. સરકારની સમિતિઓમાં પણ કાર્ય કર્યું છે. આ બધાંની વિગતો આપવામાં આવે તો એક મોટી યાદી થાય.
દોશીકાકાએ જયારથી મફત નેત્રયજ્ઞનું કામ ઉપાડી લીધું ત્યાર પછી ચિખોદરા હોસ્પિટલ દ્વારા દર અઠવાડિયે ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં નેત્રયજ્ઞો થવા લાગ્યા. તે માટે મહિના અગાઉથી નક્કી કરેલાં ગામોમાં સર્વે કરવા માટે ટીમ રોજેરોજ રવાના થતી. દોશીકાકાને કેટલાયે સેવાભાવી આંખના ડૉક્ટરોની સેવા મળવા લાગી. આમ અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ જેટલા નેત્રયજ્ઞોનું દોશીકાકાએ આયોજન કર્યું છે. દરેક નેત્રયજ્ઞમાં દોશીકાકા પોતે હાજર હોય જ. ચિખોદરાની હૉસ્પિટલમાં અગાઉ દોશીકાકા ઑપરેશન કરતા. હાલ ૮૯ વર્ષની ઉંમર થઈ, પણ કોઈ ડૉક્ટર ન આવ્યા હોય તો દોશીકાકા પોતે ઑપરેશન કરે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ મફત
ઑપરેશનો થયાં છે. કુદરતની મહેરબાની કેવી છે કે ૮૯-૯૦ વર્ષની ઉંમરે કાકાને પોતાને હજુ મોતિયો આવ્યો નથી.
સાપ્તાહિક નેત્રયજ્ઞ ઉપરાંત ગાંધી પરિવાર તરફથી જમશેદપુરમાં અને રાજસ્થાનમાં જયપુર નજીક જૂનજૂન જિલ્લામાં એક સ્થળે અંબુજા સિમેન્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org