________________
૧૪૦
વંદનીય હૃદયસ્પર્શ તેનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. વસંતિકા મુંબઈ રહે, પરંતુ વિષ્ણુભાઈની વૃદ્ધાવસ્થાના કારણે વારંવાર તેને સૂરત દોડવું પડે. વિષ્ણુભાઈનાં પત્ની શાંતાબહેનને લકવાની અસર થયા પછી વસંતિકા અને એના પતિ નિકુંજભાઈ સંતાનો સાથે સૂરત જઈને વિષ્ણુભાઈની સાથે જ રહ્યાં. બહેન વસંતિકાએ પોતાની માતાની અને પિતાની ખૂબ પ્રેમભાવપૂર્વક સતત સેવા-ચાકરી કરી. વસંતિકાની ઉપસ્થિતિને કારણે વિષ્ણુભાઈની પાછલી જિંદગીમાં એકલતા રહી નહોતી. વસંતિકાના પતિનું અકાળ અવસાન થયું. એ દુ:ખ વિષ્ણુભાઈને સહેવાનું આવ્યું, પરંતુ એ આપત્તિના પ્રસંગે પણ બહેન વસંતિકાએ અમદાવાદના સ્મશાનમાં જઈ પોતાના પતિની ચિતાને પોતાના હસ્તે દાહ આપીને જે સ્વસ્થતા અને ધૈર્ય બતાવ્યાં તે વિષ્ણુભાઈ પાસેથી વારસામાં મળેલા સત્ત્વ જેવાં હતાં.
વિષ્ણુભાઈએ અમદાવાદનો બીજી વારનો પ્રવાસ પોતાના જમાઈની માંદગી નિમિત્તે કર્યો હતો. નિકુંજભાઈને ગંભીર માંદગીને કારણે અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી થયું. એ વખતે પુત્રી વસંતિકાને નૈતિક સહારો રહે એટલા માટે વિષ્ણુભાઈ પણ તેમની સાથે અમદાવાદ ગયા હતા. ત્યાં નિકુંજભાઈની તબિયત સુધરતી ગઈ હતી. પરંતુ પાછળથી અચાનક તબિયત વધુ બગડી અને તેમનું અવસાન થયું. વિષ્ણુભાઈના જીવનનો આ એક ઘણો મોટો આઘાત હતો.
અમદાવાદ દસેક દિવસના રોકાણ દરમિયાન ઉમાશંકર જોશી દરરોજ વિષ્ણુભાઈ પાસે આવતા. યશવંત શુક્લ તો પાડોશમાં જ રહેતા. તેઓ પણ વિષ્ણુભાઈની સંભાળ લેતા.
ગૃહવાસ સ્વીકાર્યા પછી વિષ્ણુભાઈ બહારગામની કેટલીક સંસ્થાઓ કે યુનિવર્સિટીઓનાં નિમંત્રણો સ્વીકારતા, પણ તે એ શરતે કે એની મિટિંગ સૂરતમાં પોતાના ઘરે યોજવામાં આવે. પીએચ.ડી. થિસિસ માટે પરીક્ષક તરીકે પણ તેઓ નિમંત્રણ એ શરતે જ સ્વીકારતા અને યુનિવર્સિટીઓ પણ સામાન્ય રીતે એમની એ વિનંતી માન્ય રાખતી. - ૧૯૬૮ના અરસામાં મારા માર્ગદર્શન હેઠળ મારાં એક વિદ્યાર્થિની બહેને તૈયાર કરેલી થિસિસ માટે પરીક્ષક તરીકે વિષ્ણુભાઈની નિમણૂક થઈ હતી. એમનો અહેવાલ આવી ગયો હતો. પરંતુ મૌખિક પરીક્ષા એમના ઘરે લેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org