________________
૧૪૧
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતી. એ માટે તારીખ અને સમય યુનિવર્સિટી સાથે પત્રવ્યવહાર દ્વારા નક્કી થઈ ગયાં હતાં. મારાં વિદ્યાર્થિની અમદાવાદ થઈને સૂરત પહોંચવાનાં હતાં. હું મુંબઈથી વહેલી સવારની ગાડીમાં નીકળી સૂરત પહોંચવાનો હતો. સીધા વિષ્ણુભાઈના ઘરે મળવાનું અમે નક્કી કર્યું હતું. હું સૂરતના સ્ટેશને ઊતર્યો
ત્યારે મારી પાસે હજુ બે કલાકનો સમય હતો. મને થયું કે હું વિષ્ણુભાઈના ઘરે વહેલો જાઉં તો એમની સાથે થોડી વાત કરવાની તક મળશે. એટલે બપોરે ત્રણને બદલે હું તો બે વાગે એમના ઘરે પહોંચી ગયો. તેઓ ભોજન પછી સૂતા હતા. એટલે હું પાછો જતો હતો. પરંતુ હું આવ્યો છું એમ શાંતાબહેને એમને જગાડીને કહ્યું. એટલે તેઓ એકદમ વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, ‘ભાઈ, પરીક્ષા તો ત્રણ વાગે છે. મારી કાગળ વાંચવામાં કઈ ભૂલ તો નથી થતી ને ?' મેં કહ્યું, “ના. પરીક્ષા તો ત્રણ વાગે જ છે. પરંતુ આપને મળવાના આશયથી હું જરા વહેલો આવ્યો છું. પણ આપને ડિસ્ટર્બ કર્યા. માફ કરજો. હું ત્રણ વાગે આવું?” એમણે કહ્યું, “ના, ના. તડકામાં તમે ક્યાં જશો? મેં આરામ કરી લીધો છે.” એમની સાથે ત્યારે સાહિત્યજગતની અને એમના લેખન–સ્વાધ્યાયની ઘણી વાતો નીકળી. રાધાકૃષ્ણનું, શ્રી અરવિંદ, વિવેકાનંદ, આનંદશંકર, પંડિત સુખલાલજી વગેરેના ગ્રંથો તથા વેદોઉપનિષદો વગેરેનો તેમનો સ્વર સ્વાધ્યાય સતત ચાલ્યા કરતો હોય. એ વખતે એમણે કહ્યું હતું કે “તમારા જૈન સાધુઓ માટે “ગોચરી” શબ્દ વપરાય છે. ગાય આમતેમ ચરે તેમ હું હવે ગોચરીની પદ્ધતિથી ગ્રંથો વાંચું છું. હવે કોઈ પણ એક ગ્રંથ સળંગ વાંચવા કરતાં અહીં ટેબલ પર અને પલંગ પર રાખેલા ગ્રંથોમાંથી જે વખતે જે ઇચ્છા થાય તે વખતે તે ગ્રંથનું પાનું ગમે ત્યાંથી ખોલું છું અને રસ પડે ત્યાં સુધી વાંચું છું. પછી વાંચતાં વાચતાં તેના પર મનન કરું છું અને ક્યારેક લખવા જેવું લાગે તો ડાયરીમાં ટપકાવી પણ લઉં છું.”
ઈ. સ. ૧૯૭૮માં ‘નળ-દમયંતીની કથાનો વિકાસ નામનો મારો શોધનિબંધ છાપવાનો મેં વિચાર કર્યો હતો. સંશોધનના પ્રકારનો આવો ગ્રંથ કોને અર્પણ કરવો એ હું વિચાર કરતો હતો ત્યાં તરત જ મને હૃર્યું કે આવા ગંભીર સંશોધનગ્રંથને યોગ્ય તો વિષ્ણુભાઈને જ ગણાય. એટલે તે એમને અર્પણ કરવાનો મેં નિર્ણય કર્યો. પરંતુ મેં એમને અગાઉથી મારા આ નિર્ણય વિશે જણાવ્યું ન હતું. વળી એ ગ્રંથ ફક્ત વિષ્ણુભાઈને અર્પણ ન કરતાં, સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org