________________
સ્વ. કવિ બાદરાયણ
૪૧૯ દિવેટિયા આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા એટલે મુંબઈ યુનિવર્સિટી તરફથી એલ્ફિન્સ્ટન કૉલેજમાં એમ.એ.ના ગુજરાતી વિષય માટે એમની નિમણૂક થઈ. નરસિંહરાવના ઘણા વિદ્યાર્થીઓમાં ચંદ્રવદન મહેતા, સુંદરજી બેટાઈ, કાંતિલાલ વ્યાસ, રમણ વકીલ, અમીદાસ કાણકિયા, બાદરાયણ વગેરે જાણીતા હતા. નરસિંહરાવે પોતાના ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા કરીને કવિતા લખતા કરી દીધા હતા.
નરસિંહરાવ નિવૃત્ત થયા ત્યારે એમની જગ્યાએ ગુજરાતી વિષય સાથે એમ.એ. થયેલા બાદરાયણની એમ.એ.ના અધ્યાપક તરીકે નિમણૂક થઈ હતી. ભગવાનદાસ ભૂખણવાળા વગેરે ત્યારે એમના એમ.એ. ના વિદ્યાર્થી હતા. એલ્ફિન્સ્ટન અને ઝેવિયર્સ કૉલેજમાં ત્યારે ગુજરાતી વિષયના પ્રાધ્યાપકોની નિમણૂક થઈ હતી. ૧૯૩૮-૪૦ની આ વાત છે.
યુનિવર્સિટીનું એમ.એ.નું માનાઈ કાર્ય પૂરું થતાં બાદરાયણે બે ઠેકાણે અધ્યાપક તરીકે પાર્ટ ટાઈમ નોકરી સ્વીકારી. એક મુંબઈમાં બોરાબજારમાં કબીબાઈ હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે અને ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે. બાદરાયણ ત્યારે કાવ્યો લખતા, કવિસંમેલનમાં જતા. રેડિયો પર નાટકોમાં ભાગ લેતા. એમનો અવાજ બુલંદ હતો અને ઉચ્ચારો સ્પષ્ટ હતા. તેઓ અભિનયકલામાં નિપુણ હતા. મધુર કિંઠે તેઓ ગીતો રજૂ કરતા. તેમની કાયા પડછંદ, ચાલ છટાદાર, તેમનો વર્ણ ઊજળો, પ્રભાવશાળી મુખમુદ્રા, પાન ખાવાની ટેવને લીધે હોઠ હંમેશાં લાલ રહેતા. તેઓ હસમુખા, મળતાવડા અને નિરભિમાની હતા. એ દિવસોમાં મુંબઈના ગુજરાતી સમાજમાં બાદરાયણનું નામ બહુ મોટું હતું.
બાદરાયણ જીવ્યા ત્યાં સુધી ખાદી પહેરતા. તેઓ સફેદ ખાદીનાં કોટ અને પેન્ટ પહેરતા અને ટાઈ પણ ઘણુંખરું સફેદ પહેરતા. પણ એમને વધારે ફાવતો પહેરવેશ તે પહેરણ અને ધોતિયું હતાં. જાહેર સભાઓમાં તેઓ પહેરણ-ધોતિયું પહેરીને આવતા. (એ કાળના ઘણા અધ્યાપકો ઘરે ધોતિયું પહેરતા.)
મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે નિમણૂક થઈ ત્યારે પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા, જે ત્યાં સંસ્કૃત શીખવતા હતા તેમને પણ ગુજરાતી શીખવવાનું સોંપાયું હતું. બાદરાયણ ફર્સ્ટ ઇયર, ઇન્ટર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org