________________
૪૨૦
વંદનીય હૃદયસ્પર્શ બી.એ.માં ગુજરાતી શીખવતા. એ દિવસોમાં બી.એ.માં ગુજરાતી વિષય લેવાનો પ્રવાહ હતો. બાદરાયણના તેજસ્વી વિદ્યાર્થીઓમાં ભગવાનદાસ ભૂખણવાળા, લલિત દલાલ, માલતીબહેન (પછીથી શ્રી દામુભાઈ ઝવેરીનાં ધર્મપત્ની), ગિજુભાઈ વ્યાસ, મધુકર રાંદેરિયા, પ્રવીણચંદ્ર રૂપારેલ, હસમુખ શુક્લ, કંચનલાલ તલસાણિયા, મોહન સૂચક, રમણ કોઠારી, ડૉ. જયશેખર ઝવેરી, સુશીલા વાંકાવાળા, અમર જરીવાલા વગેરે હતાં. બીજાં પણ કેટલાંક નામો હશે !
- ૧૯૪૪માં મુંબઈમાં બાબુ પનાલાલ હાઈસ્કૂલમાંથી હું મેટ્રિક પાસ થયો હતો. ત્યારે ફર્સ્ટ ક્લાસ બહુ ઓછા વિદ્યાર્થીઓને મળતો, પણ સદ્ભાગ્યે મને ફર્સ્ટ ક્લાસ મળ્યો હતો. એ જમાનામાં એલ્ફિન્સ્ટન કૉલેજ એક નંબરની કોલેજ ગણાતી એટલે મેં એમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ સ્કૂલમાં ગયો ત્યારે અમારા વર્ગશિક્ષક અમીદાસ કાણકિયા મળ્યા. તેઓ અમને ગુજરાતી શીખવતા. મને ગુજરાતી વિષયમાં રસ લેતો એમણે કર્યો હતો. એમણે કહ્યું, “રમણભાઈ, તમારે જો બી.એ.માં ગુજરાતી વિષય લેવો હોય તો ઝેવિયર્સ કૉલેજમાં જાવ. ત્યાં કવિ બાદરાયણ ભણાવે છે. તમને સારો લાભ મળશે. તેઓ મારા મિત્ર છે. અમે નરસિંહરાવ દિવેટિયાની પાસે સાથે ભણેલા હતા.' કાણકિયા સાહેબની ભલામણ થઈ એટલે એલ્ફિન્સ્ટન છોડી હું ઝેવિયર્સ કૉલેજમાં દાખલ થયો. કૉલેજ ચાલુ થતાં બાદરાયણને મળવાનું થયું અને પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મળવાને લીધે અમારો પરિચય વધુ ગાઢ થયો. એ દિવસોમાં હું મુંબઈમાં ખેતવાડીમાં રહેતો અને બાદરાયણ સી.પી. ટેન્ક પાસે રહેતા એટલે એમને ઘરે જવાનું પણ ક્યારેક બનતું.
એક વખત વર્ગમાં કોઈ વિદ્યાર્થીએ “બાદરાયણ' નામ વિશે પૂછ્યું ત્યારે એમણે ભગવાન વેદવ્યાસનું એ બીજું નામ છે એ તો કહ્યું અને બાદરાયણ શબ્દ બદરી એટલે બોરડીના ઝાડ ઉપરથી આવ્યો છે એ પણ સમજાવ્યું. પછી એમણે બાદરાયણ સંબંધ એટલે શું એ વિશે કહ્યું કે કોઈ પણ સંબંધ ખેંચી તાણીને બેસાડી દેવામાં આવે તેને બાદરાયણ સંબંધ કહે છે. પ્રાચીન સમયમાં એક શ્રીમંત માણસને ત્યાં લગ્નપ્રસંગ હતો. ઘણા બધા જમવા આવ્યા હતા. ક્યારેક બધાની ઓળખાણ ન હોય. તેઓ એક પછી એક બધાને આવકારતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org