________________
ગૌરીપ્રસાદ ઝાલા
૫૩
થાણાની તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં અઠવાડિયામાં બે વાર વ્યાખ્યાન આપવા પણ તેઓ જતા હતા. આમ એકંદરે એમની તબિયત સારી રહેતી હતી. છતાં એમને પોતાનો અંતકાળ સમીપ હોવાનું લાગતું હતું. અને એટલે પોતાની સાથે એ પોતાના પૌત્રને સુવડાવતા. બારણાંની બે સ્ટૉપરમાંથી ઉપરની એક જ વાસતા કે જેથી કદાચ જરૂર પડે તો સરળતાથી બહારથી બારણું ખોલી
શકાય.
તા. ૧૧મી જાન્યુઆરી ૧૯૭૨ના રોજ રાતના ઊંઘમાં જ ઝાલાસાહેબે દેહ છોડ્યો. જીવનના અંત સુધી એમણે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યા કર્યું. એમણે ઝાઝા સંબંધો બાંધ્યા નહોતા, પણ જેમને પણ એમના અંગત સંપર્કમાં આવવાની તક મળી તે તેમનાથી પ્રભાવિત થયા વિના રહ્યા નથી. એમનું જીવન ગંગાના નીર જેવું નિર્મળ, શીતલ અને પવિત્ર હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org