________________
પરમાનંદભાઈ કાપડિયા
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખ્ય સૂત્રધાર તરીકે પચીસ કરતાં વધુ વર્ષ સુધી કાર્ય કર્યું હતું. તેઓ એક પ્રતિભાશાળી ચિંતનશીલ લેખક અને સમાજસુધારક હતા. ૭૮ વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.
પરમાનંદભાઈનું સહજ સ્મરણ થતાં જ નજર સામે ખિલખિલાટ હસતો એક પ્રસન્ન, પ્રફુલ્લિત ચહેરો તરવરે છે. પરમાનંદભાઈનું વ્યક્તિત્વ જ એટલું બધું તેજસ્વી અને પ્રભાવશાળી હતું કે એમના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેમને ભૂલી ન શકે.
પરમાનંદભાઈ એટલે આજીવન સૌંદર્યોપાસક. જીવનમાં અને પ્રકૃતિમાં જ્યાં જ્યાં સુંદરતા દેખાય ત્યાં ત્યાં પરમાનંદભાઈ તેની કદર કર્યા વગર રહી ન શકે. પ્રકૃતિનાં વિવિધ સૌંદર્યસ્થળો નજરે નિહાળવાનો તેમને ભારે શોખ હતો. બીજી બાજુ જીવનમાં પણ નાના બાળકથી માંડીને કોઈમાં પણ સગુણની સુંદરતા જણાય ત્યાં પરમાનંદભાઈ તેનાં સ્વીકાર-પ્રશંસા માટે હંમેશાં અત્યંત ઉત્સુક હોય.
પરમાનંદભાઈ પોતાની યુવાનીના દિવસોમાં જ મહાત્મા ગાંધીજીના નિકટના સંપર્કમાં આવેલા. એટલે એમના સમગ્ર જીવન ઉપર ગાંધીજીની પ્રબળ અસર પડેલી. ગાંધીજી સાથે ક્યારેક તેમને પત્ર-વ્યવહાર પણ થયેલો. ગાંધીજી ઉપરાંત કાકા કાલેલકર અને પંડિત સુખલાલજી સાથે પણ તેમને ઘનિષ્ઠ સંબંધ હતો અને એ બંને તત્ત્વચિંતકોની જીવનલક્ષી વિચારસરણીની પ્રબળ અસર પણ પરમાનંદભાઈનાં જીવન અને કાર્ય ઉપર પડેલી. કાકા કાલેલકરના સૂચનથી જ પરમાનંદભાઈ એ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જૈન”નું નામ બદલીને પ્રબુદ્ધ જીવન” રાખેલું અને જૈન યુવક સંઘ સામ્પ્રદાયિક, સંકુચિત ઢાંચામાં ન રહે અને વ્યાપક ઉદાર દષ્ટિવાળો બની રહે તે માટે “સંઘ'નું સભ્યપદ જૈનેતરો માટે પણ તેમણે ખુલ્લું મૂક્યું હતું. પરમાનંદભાઈએ આમ તે સમયની યુવક સંઘની મુખ્ય બે પ્રવૃત્તિ “પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org