________________
ડો. શિવાનંદ અધ્વર્યુ
૨૪૧ કેટલાંક વર્ષથી બાપુજીને પોતાના કાર્યમાં મદદરૂપ થાય એવાં એમનાં અંગત મંત્રી જેવાં એક બહેનની સેવાનો લાભ મળતો રહ્યો હતો. એ છે અનસૂયાબહેન. બાપુજીની બધી જ વહીવટી જવાબદારી એમણે ઉપાડી લીધી હતી. અનસૂયાબહેન એક સુશિક્ષિત, સંસ્કારી, કાર્યદક્ષ અને વ્યવહારકુશળ સન્નારી છે. એમણે અંગત રીતે તો બાપુજીની દીકરીનું સ્થાન લીધું અને બાપુજીના વાત્સલ્યનો સૌથી વધુ લાભ અનસૂયાબહેનને મળ્યો. તેઓ બાપુજીના કાર્યનો ભાર સંભાળે, બાપુજીની તબિયતની દેખરેખ રાખે અને બાપુજી બહારગામ ક્યાંય પણ જવાના હોય તો સાચવીને લઈ જાય. બાપુજીની વૃદ્ધાવસ્થામાં અનસૂયાબહેન એમની લાકડી સમાન હતાં.
બાપુજીનો એક શિરસ્તો સરસ આવકાર્ય રહ્યો હતો. રોજ સવારે ફરજ પર જતાં પહેલાં બધા ડૉક્ટરો અને સ્ટાફના અન્ય મહત્ત્વના સભ્યો સાથે બાપુજી ચા-નાસ્તો લેતા. એ વખતે બધાંની પ્રવૃત્તિઓ, ફરજો વગેરેની વાતચીત તો થાય, પણ સૌના ખબરઅંતર પુછાય અને કોઈને પોતાના કાર્યમાં કે ઘરની બાબતમાં કંઈ મુશ્કેલી હોય તો તરત નિવારણ થાય. બધાંની સાથે હળીમળીને રહેવું. શેઠ-નોકર જેવો નહિ પણ સમાન સ્વજન જેવો સંબંધ રાખી, આત્મીયતા કેળવી કાર્યને વધુ દીપાવવાની ભાવના બાપુજીના અને સૌના અંતરમાં રહેતી. બાપુજી વારંવાર કહેતા કે “અમારી સંસ્થા સંવાભાવી છે, પરંતુ તેમ છતાં દાક્તરોને ઓછો પગાર આપવાનું હું માનતો નથી. એથી એકંદરે દાક્તરો અને સ્ટાફના અન્ય સભ્યો સંતુષ્ટ અને પ્રસન્ન રહ્યા કર્યા છે. દરેકને પોતાના કામની સ્વતંત્રતા. કોઈના કાર્યમાં દખલગીરી નહિ કે ઠપકો આપવાની પદ્ધતિ નહિ. પ્રેમથી કામ લેવાની અનોખી પદ્ધતિ ત્યાં જોવા મળે. આથી જ બાપુજીના સ્વર્ગવાસ પછી સૌ દાક્તરોએ પ્રતિજ્ઞા લીધી કે પોતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવશે અને શિવાનંદ મિશનનું કામ એવું જ શોભી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.'
હૃષીકેશના શિવાનંદ આશ્રમ અને ડિવાઈન લાઈફ સોસાયટી સાથે સંલગ્ન થવાને કારણે ડૉ. અધ્વર્યુ સ્વામી શ્રી યાજ્ઞવક્યાનંદજીને એક વિશિષ્ટ લાભ થયો. શિવાનંદ આશ્રમની શાખાઓ દેશવિદેશમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ આશ્રમમાં વિદેશોમાંથી કેટલાયે સાધકો આવીને રહે છે. એમાંની સ્વિત્થરલેન્ડની કેટલીક વ્યક્તિઓ સાથે-ખાસ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org