________________
૨૪૦
વંદનીય હૃદયસ્પર્શ વધુ ઑપરેશન કર્યા. સમગ્ર ભારતમાં આંખના કોઈ દાક્તરે આટલાં બધાં ઑપરેશન કર્યા નથી. (ડૉ. શિવાનંદ અધ્વર્યુ પછી બીજે નંબરે ચિખોદરાના ડૉ. રમણીકલાલ દોશી આવે કે જેમણે અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ ઑપરેશન કર્યા છે અને હાલ ૮૦ વર્ષની વયે પણ રોજેરોજ સવારે ઑપરેશન કરતા રહ્યા છે.)
ડૉ. અધ્વર્યસાહેબે ક્રમે ક્રમે વીરનગરની શિવાનંદ મિશન હૉસ્પિટલ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં નેત્રનિદાન શિબિરો અને નેત્રયજ્ઞો દ્વારા એવું સરસ વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું કે જેથી રોજેરોજ નિશ્ચિત સ્થળે નિયમિત તારીખે એનું આયોજન ચાલ્યા કરે, પાળિયાદ, સાયલા, બાંટવા, શિવરાજગઢ, ધોરાજી વગેરે ભિન્ન ભિન્ન સ્થળે, દરેક જિલ્લામાં સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોના સહયોગથી દર મહિનાની ચોક્કસ તારીખે નેત્રનિદાન શિબિર હોય અને એમાંથી જે દર્દીઓને ઑપરેશનની જરૂર હોય તેઓને વીરનગર તે જ દિવસે વાહનમાં લઈ આવવામાં આવે, બીજે દિવસે ઑપરેશન થાય, ચાર દિવસ એમને રાખવામાં આવે, મફત ચશમાં આપવામાં આવે અને દરેકને વાહનમાં પાછા એમના સ્થળે પહોંચાડવામાં આવે. દર્દીએ એ માટે કશું જ આપવાનું ન રહે. પૈસાના અભાવે કોઈ દર્દી પાછો જવો ન જોઈએ. દર મહિનાની તારીખો નિશ્ચિત હોય એટલે લોકો આપોઆપ જાણતા જ હોય. એટલે એ માટે પ્રચારપત્રિકાઓ, જાહેરાતો કે બીજા કશાની જરૂર ન રહે અને ખર્ચ પણ ન થાય. એ રીતે દરેક સ્થળે નિશ્ચિત દિવસે બસો-ત્રણો દર્દીઓ આંખ બતાવવા આવી પહોંચ્યા જ હોય.
| શિવાનંદ મિશન એક સેવાભાવી સંસ્થા એટલે એના દાક્તરો અને કર્મચારીઓની દર્દીઓ સાથેની રીતરસમ્ પણ એટલી સરળ, સહજ અને સહાનુભૂતિ ભરેલી હોય કે દર્દી ગભરાય નહિ. એ માટે ડૉ. અધ્વર્યસાહેબે બધાને સારી રીતે તૈયાર કરેલા છે.
આ રીતે વીરનગરની હૉસ્પિટલમાં મોતિયો વગેરેનાં મહિને સરેરાશ . દોઢ-બે હજાર જેટલાં ઑપરેશન થાય અને દરેક જિલ્લામાં નેત્રયજ્ઞોમાં થાય તે ઑપરેશન વધારામાં. આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં અધત્વ નિવારણનું કાર્ય એટલું બધું સરસ થયા કરે છે કે ત્યાં મોતિયા વગેરેના કારણે થતા અંધત્વની ટકાવારી સાવ ઓછી થઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org