________________
ચંચળબહેન
૧૮૭
તપશ્ચર્યાઓ તો એમના જીવનમાં ચાલ્યા જ કરતી હતી. રોજ ચોવિહાર તથા પર્વતિથિના નિયમો તો પહેલેથી જ ચાલુ હતા.
ચંચળબાનાં દીકરી કંચનબહેને શ્રી ઓલિવર દેસાઈ સાથે પ્રેમલગ્ન કર્યાં. કોઈ અન્ય વ્યક્તિ માટે આવી આંતરજ્ઞાતીય લગ્નની ઘટના એ જમાનામાં કદાચ બહુ દુઃખ અને સંતાપની બની રહે પરંતુ વિશ્વવાત્સલ્યમાં માનતાં ચંચળબા અને ટી. જી. શાહે દીકરી-જમાઈને પોતાના વાત્સલ્યની એટલી જ હૂંફ આપી, તો બીજી બાજુ કંચનબહેન અને ઓલિવરભાઈએ ટી. જી. શાહ અને ચંચળબાની અનન્યભાવે એટલી બધી સેવા કરી છે કે તેઓને ક્યારેય દીકરાની ખોટ વરતાવા ન દીધી. એથી જ ચંચળબહેનના અવસાન પ્રસંગે કંચનબહેને સ્મશાનમાં, ‘માતૃસમાજ'ની મહિલાઓ સાથે જઈને, ચિતાને અગ્નિસંસ્કાર કર્યા હતા.
સ્વ. ચંચળબહેનનું જીવન એટલે ત્યાગ, સંયમ અને સેવાની સાધનાનું જીવન. એમનું પવિત્ર જીવન અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org