________________
૧૮૬
વંદનીય હૃદયસ્પર્શ જમાનો હતો.. ચંચળબહેને કેટલીક ચળવળોમાં પિકેટિંગનું કામ કર્યું હતું. તેઓ બીજી કેટલીક બહેનોને લઈ સ્મશાનમાં પહોંચી ગયાં. આખી રાત તેઓએ સ્મશાનમાં પિકેટિંગ કર્યું. એમની આ વાતના સમાચાર પ્રસરી જવાને કારણે કોઈ અઘોરીઓ ત્યાં આવ્યા જ નહિ. કાળીચૌદસની રાતે ગામની બહાર સ્મશાનમાં રહેવું એ જમાનામાં પુરુષો માટે પણ જો કઠિન હતું અને સ્ત્રીઓ તો સ્મશાનમાં જતી જ નહોતી, તેવે સમયે ચંચળબહેને કાળી ચૌદશની રાતે સ્મશાનમાં જઈ ઘણી નીડરતા દાખવી હતી.
સ્વ. ટી. જી. શાહના અવસાન પછી ચંચળબહેને પોતાનો બધો સમય લોકસેવાનાં કાર્યોમાં આપ્યો. એ માટે તેમણે પૂ. સંતબાલજી મહારાજ પાસેથી પ્રેરણા લીધી હતી. એમના સદુપદેશથી એમણે મુંબઈમાં મધ્યમ વર્ગની બહેનોને કોઈ પણ પ્રકારના જ્ઞાતિભેદ કે ધર્મભેદ વગર રોજી મળી રહે એ આશયથી “માતૃસમાજ' નામની સંસ્થા સ્થાપી. આરંભમાં ચાર બહેનો સાથે એ કામ શરૂ કર્યું : હાથે બનાવેલી શુદ્ધ એવી ખાદ્યસામગ્રીઓ – ખાખરા, પાપડ, વડી, મસાલા, અથાણાં ઇત્યાદિ વેચવાનું ચાલુ કર્યું : ચંચળબહેનની પ્રતિષ્ઠા એટલી મોટી હતી અને ખરીદનારને શુદ્ધ અને વાજબી ભાવે મળતી આ ચીજવસ્તુઓની માંગ એટલી બધી વધતી ગઈ કે દિવસે દિવસે વધુ બહેનો તેમાં જોડાતી ગઈ અને પોતાની આજીવિકા મેળવવા લાગી. “માતૃ- સમાજ એટલે ચંચળબાનું સાકાર થયેલું સ્વપ્ન. તેઓ સવારથી રાતના નવ-દસ વાગ્યા સુધી આ પ્રવૃત્તિ માટે કામ કરતાં રહ્યાં. એના આનંદ અને ઉત્સાહથી એમની તબિયત પણ સારી રહી. ચંચળબહેન લગભગ નેવું વર્ષની ઉંમરે પણ માતૃસમાજ'ની પ્રવૃત્તિ માટે પોતાના મકાનના પાંચ ઊંચા દાદરની રોજ ચઢઊતર કરતાં હતાં. “માતૃસમાજની પ્રવૃત્તિઓનો વિકાસ જોઈને શરીરબળની સાથે એમનું આત્મબળ પણ ખીલ્યું હતું.
સ્વ. ચંચળબાના જીવનમાં ત્યાગ અને સંયમની અનોખી સુવાસ હતી. યુવાન વયે એમણે શ્વેત ખાદીનાં વસ્ત્ર ધારણ કરવાનું અને ઘરેણાં નહિ પહેરવાનું વ્રત લીધું હતું. આજીવન પગમાં ચંપલ ન પહેરવાના વ્રત ઉપરાંત પોતાના ભાઈના અવસાન પ્રસંગે કાયમને માટે એમણે કેરી છોડી દીધી હતી. પોતાના પતિના અવસાન વખતે એમણે હંમેશને માટે દૂધનો ત્યાગ કર્યો હતો. તદુપરાંત વિવિધ પ્રસંગોને નિમિત્તે ઉપવાસ, આયંબિલ વગેરે પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org