________________
ચંચળબહેન
૧૮૫
અને પલળતાં જવા-આવવાનો નિયમ કર્યો. રોજના કેટલાક કલાક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સેવા કરવા માટે આપવાનો નિશ્ચય કર્યો.
સ્વ. ચંચળબાના જીવન ઉપર બે મહાન વિભૂતિઓનો પરમ પ્રભાવ પડ્યો છે : (૧) મહાત્મા ગાંધીજી અને (૨) પૂ. સંતબાલજી. ગાંધીજીએ દેશની આઝાદી માટે રાષ્ટ્રી ચળવળ ઉપાડી અને તેની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી. એ દિવસોમાં ખાદીના પ્રચારકાર્યમાં ચંચળબહેને ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું. ૧૯૩૦ના એ દિવસો હતા. ચંચળબહેને ગાંધીજી પાસે વ્રત લીધું કે ઘરેઘરે ફરીને રોજ ખાદીની સોળ સાડી વેચવી. એ માટે તેઓ ઘરેઘરે જતાં અને બહેનોને મિલનું કાપડ છોડી ખાદી પહેરવા સમજાવતાં. આ ઘણું કપરું કામ હતું. પરંતુ તેઓ રોજનું કામ રોજ પૂરું કરતાં જ. કેટલીક વાર સાડીઓ વેચવામાં બહુ જ શ્રમ પડતો. મોડી રાત થઈ જતી. એક દિવસ માલવિયાજીએ જમનાલાલ બજાજને આ વાત કરી અને સૂચના આપી કે ‘ચંચળબહેન પાસેથી જે સાડીઓ ન વેચાય તે રોજેરોજ ખરીદી લેવી કે જેથી એમને વ્રત પૂરું કરવામાં બહુ કષ્ટ ન પડે.' ચંચળબહેનને કાને આ વાત આવી. એમણે માલવિયાજી તથા જમનાલાલજીને કહ્યું, ‘આ રીતે અમે તમને સાડીઓ વેચાતી આપીશું નહિ. મેં ગાંધીજી પાસે માત્ર સાડીઓ વેચવાનું વ્રત લીધું નથી, પરંતુ સોળ બહેનોના ઘરમાં ખાદીની સાડીઓ પહોંચાડવાનું વ્રત લીધું છે.’
આ રીતે ખાદીની ફેરી કરતાં કરતાં ચંચળબહેન અનેક બહેનોના સંપર્કમાં આવ્યાં. તેમનાં સુખ-દુઃખની વાતો તેમણે જાણી. ખાદીની ફેરીની સાથે સમાજસેવાની ધૂન એમને લાગી. ચંચળબા ઘણી વાર કહેતાં કે, ‘મહાત્માજીના પ્રતાપે જ મારામાં આટલું બધું કામ કરવાની શક્તિ આવી છે.’
સ્વ. ટી. જી. શાહ પોતાના વેપાર અર્થે કેટલોક સમય કરાંચીમાં રહ્યા હતા. એ સમયે ત્યાં વિદ્યાવિજયજી મહારાજ પધાર્યા હતા. એમના સદુપદેશથી કરાંચીમાં કેટલાંક સુધારાનાં કાર્યો થયાં હતાં. એ વખતે કેટલાક તાંત્રિકો પોતાની ઉપાસનાને માટે કાળી ચૌદશની મધરાતે સ્મશાન જઈ પશુઓનો બલિ ધરાવતા. આ હિંસા અટકાવવા માટે વિદ્યાવિજયજી મહારાજે ઉપદેશ આપ્યો. પણ મધરાતે સ્મશાનમાં અઘોરીઓ વચ્ચે જવાની હિંમત કોણ કરે ? પરંતુ ટી. જી. શાહ અને ચંચળબહેને એ બીડું ઝડપ્યું. પિકેટિંગનો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org