________________
૪૯૬
વંદનીય હૃદયસ્પર્શ છે તો ત્યાં જઈ એમને વંદન કરીએ. અમે લુણાવાના ઉપાશ્રયમાં ગયા ત્યારે ખબર પડી કે પંન્યાસજી મહારાજની તબિયત બરાબર નથી. તેઓ સૂતા છે. તેથી કોઈને મળવા દેવામાં આવતા નથી. આથી અમે નિરાશ થયા. તે વખતે
ત્યાં શ્રી હિંમતભાઈ અને રાજકોટવાળા શ્રી શશિકાન્તભાઈ હતા. અમે એમને કહ્યું કે “અમે જઈએ છીએ. મહારાજજીને અમારી વંદના કહેજો.” એટલે શ્રી હિંમતભાઈએ અંદર જઈ મહારાજજીને મારી વંદના કહી. તો મહારાજશ્રીએ અમને અંદર બોલાવ્યા. અમને કહેવામાં આવ્યું, પાંચ-સાત મિનિટમાં ઊભા થઈ જજો, કારણ કે મહારાજશ્રી વધુ બેસી શકતા નથી. હિંમતભાઈ અને શશિકાન્તભાઈ પણ સાથે આવ્યા. મહારાજશ્રીને તાત્ત્વિક વાતો સમજાવવામાં એટલો બધો ઉત્સાહ આવ્યો કે દસ મિનિટને બદલે એક કલાક થઈ ગયો, જાણે કે એમના પેટનું દર્દ અદશ્ય થઈ ગયું. પૂ. પંન્યાસજી મહારાજના કાળધર્મ વખતે પોતાને માથેથી શિરછત્ર ગયું એમ લાગ્યું અને ત્યારથી હિંમતભાઈને લાગ્યું અને ત્યારથી એમણે એના પ્રતીકરૂપે ટોપી પહેરવાનું છોડી દીધું હતું.
એક વખત અમે કેટલાક મિત્રો રાજસ્થાનમાં રાતા મહાવીરજીની યાત્રાએ ગયા હતા. આ તીર્થ થોડે દૂર ખૂણામાં આવેલું છે, એટલે બહુ ઓછા યાત્રીઓ ત્યારે ત્યાં જતા હતા. એકાન્તની દષ્ટિએ આ તીર્થ સારું છે. અહીંનાં પ્રતિમાજી વિશિષ્ટ રાતા રંગનાં અને ભવ્ય છે અને અત્યંત પ્રાચીન છે. પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ રાતા મહાવીરજીમાં રહીને, ત્યાં ભોંયરામાં ભગવાન મહાવીર સ્વામીનાં બીજા મોટા આછા રાતા રંગનાં પ્રતિમાજી સામે નીરવ એકાંતમાં બેસીને ધ્યાન ધરતા. અમે જ્યારે રાતા મહાવીરજી ગયા ત્યારે અમને હિંમતભાઈ ત્યાં મળ્યા. વાત કરતાં જાણવા મળ્યું કે તેઓ પોતાના એક મિત્ર સાથે ચાતુર્માસની આરાધના કરવા પધાર્યા હતા. આવડા મોટા તીર્થમાં માત્ર બે જ જણ હતા, પરંતુ આરાધના માટે અદ્ભુત એકાંત હતું. ભોંયરામાં બેસીને રાતના પણ ધ્યાન ધરી શકાય. હિંમતભાઈ અને એમના મિત્ર એ રીતે ધ્યાન ધરતા. તેઓ સાધુ જેવું જીવન જીવતા હતા.
હિંમતભાઈ સ્વભાવે વિનમ્ર, સરળ અને માત્ર ધર્મની વાતોમાં જ રસ ધરાવનાર હતા. એમણે પોતાના ધર્મમય જીવનને સાર્થક કર્યું હતું.
આવા સાધુચરિત સતત આત્મભાવમાં રહેનારા વિરલ ગૃહસ્થ મહાત્માને ભાવથી અંજલિ અર્પી છું.
םםם
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org