________________
ચીમનલાલ ચકુભાઈ શાહ
૩૩ રસ હતો. પોતાને પડ્યાં તેવાં કષ્ટો બીજાઓને ન પડે તે માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ એવી એમની ભાવના હતી અને એ માટે ધગશપૂર્વક કામ કરવા તેઓ ઉત્સુક હતા.
૧૯૩૦ની સાલથી એમણે કોંગ્રેસની લડતોમાં ભાગ લેવો શરૂ કર્યો હતો. એમની Socialism in India અને Lawless Limbdi નામની પુસ્તિકાઓએ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, જયપ્રકાશ નારાયણ વગેરેનું ધ્યાન ખેંચ્યું હતું અને એથી તત્કાલીન ભારતના સર્વોચ્ચ નેતાઓના સંપર્કમાં યુવાન વયે જ તેઓ આવ્યા હતા અને ચીમનભાઈના કાર્યથી તેઓ પ્રભાવિત થયા હતા.
એક ધારાશાસ્ત્રી તરીકે ચીમનભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેમણે બ્રિટિશ સરકારના પ્રથમ હિંદી સોલિસિટર તરીકે પણ કાર્ય કર્યું હતું. આથી જ ૧૯૪૮માં બંધારણ સભા(Constituent Assembly)ની જ્યારે રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે ચીમનભાઈની નિમણૂક થઈ હતી. બંધારણ સભામાં એમના કાર્યની જવાહરલાલ, ઢેબરભાઈ, દાદાસાહેબ માવલંકર વગેરેએ પ્રશંસા કરી એટલું જ નહિ, લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે એમની જે પસંદગી કરી તેમાં પણ તેઓ સફળ થયા અને ત્યાં તેમની શક્તિનો સૌને સવિશેષ પરિચય થયો. ઈ. સ. ૧૯૫૦માં ન્યૂઝીલેન્ડમાં કૉમનવેલ્થ પાર્લામેન્ટરી કૉન્ફરન્સ થઈ તેમાં ભારતીય પ્રતિનિધિ મંડળના એક સભ્ય તરીકે તેમની પસંદગી થઈ. ત્યાર પછી ૧૯૫૩માં વૉશિંગ્ટનમાં ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયનનું અધિવેશન યોજાયું તેમાં પણ ચીમનભાઈની નિયુક્તિ થઈ. વળી એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળ મોકલવાનું હતું. એ પ્રતિનિધિમંડળમાં પણ ચીમનભાઈને લેવામાં આવ્યા. આમ, ૧૯૪૮થી ૧૯૫૭ સુધી ચીમનભાઈએ દિલ્હીમાં રહી કેન્દ્ર સરકારની કામગીરીમાં પોતાનો યશસ્વી ફાળો આપ્યો.
૧૯૩૭માં ચીમનભાઈ કનૈયાલાલ મુનશીના પ્રથમ સંપર્કમાં આવ્યા. એમની લેખનશક્તિ તથા મૌલિક ચિંતનશક્તિથી પ્રભાવિત થયેલા મુનશીએ એમને ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સમિતિમાં લીધા અને ૧૯૩૯થી ૧૯૫૧ સુધી એમ સતત બાર વર્ષ સુધી ચીમનભાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org