SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જોહરીમલજી પારખ ૨ ૨૭ પહેલી વાર જોતા હોય તેઓને કંઈક કુતૂહલ થાય. પણ જ્યારે જાણે કે આ તો એક મહાન વિભૂતિ છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જતા. કચ્છમાં, પાલિતાણામાં, રાજગૃહીમાં તેઓ પધાર્યા હતા. અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ઓપ મળતો હતો. પાલિતાણામાં સાહિત્ય સમારોહમાં ભાગ લેવા તેઓ આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી. રાતના અગિયાર વાગે અમારા ઉતારાની ધર્મશાળા પર તેઓ આવ્યા. એમનો વેશ જોઈ ચોકીદારે એમને દબડાવ્યા. અંદર આવવા દીધા નહિ. ધર્મશાળાની બહાર એક ચોતરા જેવી જગ્યામાં તેઓ આખી રાત સૂઈ રહ્યા. પરંતુ એ માટે એમના મનમાં કશું જ નહોતું. મને અફસોસ થયો કે ચોકીદારને સૂચના આપી હોત તો સારું થાત. રાજગહીન સમારોહમાં તેઓ પધારવાના હતા. અમે બધા પટના ઊતરી લછવાડ રાત રોકાઈ રાજગૃહી જવાના હતા. પરંતુ બિહારના તંગ વાતાવરણને કારણે અમારે સીધા રાજગૃહી જવું પડ્યું. છેલ્લી ઘડીના ફેરફારની તેમને ખબર નહિ. તેઓ તો લછવાડ પહોંચી ગયા. રાત રોકાયા. અમને ન જોતાં લછવાડથી બે-ત્રણ બસ બદલીને તેઓ રાજગૃહી આવી પહોંચ્યા હતા. રાજગૃહીમાં પણ બસસ્ટેન્ડથી વીરાયતન સુધી તેઓ ચાલતા આવ્યા હતા. પાસે કંઈ સામાન નહિ. ચાલવાની ઝડપ વધારે. મનથી પણ તેઓની તૈયારી. એટલે હમેશાં પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે અપરિગ્રહનો આનંદ કેટલો બધો છે તે તો અનુભવથી જ સારી રીતે સમજાય એવી વાત છે. જોહરીમલજી પોતાની રોજિંદી આવશ્યક ધર્મક્રિયા-સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે નિશ્ચિત સમયે અવશ્ય કરી લેતાં. તેઓ રોજ એક વખત આચારાંગ સૂત્રનું પઠન કરતા. તેઓ દિવસે કદી સૂતા નહિ. સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી તેઓ મૌનમાં રહેતા. ગૃહસ્થજીવનના ત્યાગ પછી એમણે સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો અને બધા આગમગ્રંથોનું સારી રીતે પરિશીલન કર્યું. હસ્તપ્રતો વાંચતાં તેમને આવડી ગયું હતું. પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજ પાસે તેઓ વારંવાર જતા અને તેમના કામમાં મદદરૂપ થતા. છેલ્લે છેલ્લે અમદાવાદની એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટને પણ એમણે કેટલાક દિવસ ત્યાં રહી પોતાની સેવા આપેલી. તેઓ પાસે ઘડિયાળ રાખતા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy