________________
૩૬૦
વંદનીય હૃદયસ્પર્શ હતી. સૂરતમાં એમને ઘરે જ્યારે જ્યારે હું ગયો છું ત્યારે આ મેં નજરે નિહાળ્યું છે. જે દિવસે કોઈ લેખ તૈયાર થઈ જાય તે દિવસે આનંદ આનંદ. રોજ સવારથી તેઓ લેખનકાર્યમાં લાગી ગયા હોય. બપોરના ભોજન પછી પણ એ ચાલુ હોય. સાંજના ચાર વાગ્યા પછી રોજ નિયમિત તેઓ નજીકના કોઈક ઉપાશ્રયે જઈને કોઈક સાધુભગવંત સાથે જ્ઞાનગોષ્ઠી કરતા અથવા કોઈ ગ્રંથાલયમાં જઈ ગ્રંથો વાંચતા. આ રીતે એમનો દિવસ પૂરો થતો. તેઓ રાતના વહેલા સૂઈ જતા. ઉજાગરો ભાગ્યે જ કરતા. નાટક-સિનેમા જોતાં નહિ અને સગાંસંબંધીઓને ત્યાં અનિવાર્ય હોય તો જ જતા.
હીરાલાલભાઈને વિદ્યાવ્યાસંગની એટલી બધી ધૂન હતી કે કેટલીક વાર તો તેઓ એમાં જ ખોવાયેલા રહેતા. ગણિતના વિદ્યાર્થી અને અધ્યાપકને જ્યાં સુધી કોઈ દાખલાનો જવાબ ન જડે ત્યાં સુધી એ દાખલો એમના મનમાં રમ્યા જ કરતો હોય તેવું હીરાલાલભાઈના જીવનમાં પહેલાં ગણિતમાં અને પછી સાહિત્ય- સંશોધનના વિષયમાં પણ બનતું. તેઓ ખાતા હોય ત્યારે ખબર ન હોય કે ભાણામાં શું પીરસાયું છે. એમને ન્હાવું હોય તો ઇન્દિરાબહેન બાથરૂમમાં પાણી, સાબુ, ટુવાલ, કપડાં વગેરેની બધી તૈયારી કરી આપે ત્યારે હીરાલાલભાઈ સ્નાન કરે. આ રીતે પોતાના ધૂની લેખક પતિની ઘણી જવાબદારી ઇન્દિરાબહેને સ્વેચ્છાપૂર્વક હોંશથી ઉપાડી લીધી હતી. લેખનકાર્યમાં પણ ઇન્દિરાબહેને પુસ્તકો ગોઠવવાં, લેખોની ફાઈલો રાખવી વગેરે ઘણી મદદ જીવનભર હીરાલાલભાઈને કરી હતી અને ઓછી આવક થઈ ગઈ ત્યારે પણ ઘર સારી રીતે સંભાળી લીધું હતું. એમણે એક ભારતીય સન્નારીનો આદર્શ પૂરો પાડ્યો હતો.
નિવૃત્તિનાં વર્ષોમાં આર્થિક સંજોગોને કારણે હીરાલાલભાઈમાં કેટલીક વ્યાવહારિક સ્પષ્ટતા આવી ગઈ હતી. એક વખત હું મારા એક પત્રકાર મિત્ર સાથે સૂરતમાં એમને ઘરે મળવા ગયો હતો. મેં મારા પત્રકાર મિત્રનો પરિચય કરાવ્યો. પછી પત્રકાર મિત્રે પોતાના સામયિકની એક નકલ એમને આપી. નકલ જોઈ લીધા પછી એમણે એ પત્રકાર મિત્રને પાછી આપી. પત્રકારે કહ્યું, આપ રાખો, આપને માટે એ ભેટનકલ છે.” હીરાલાલભાઈએ કહ્યું, ભેટનકલ પણ હું રાખતો નથી. મને એવા અનુભવો થયા છે કે ચાર-છ મહિના સામયિક ભેટ તરીકે મોકલ્યા પછી પત્રકારો તરફથી લવાજમ ભરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org