________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન
૩૬૧ માટેના ઉપરાઉપરી કાગળો આવતા હોય છે. ક્યારેક તો કડવો ઠપકો પણ આપતા હોય છે. એટલે મેં નક્કી કર્યું છે કે કોઈ સામયિકની ભેટનકલ પણ ન લેવી. ટપાલમાં આવતાં સામયિકો હું ટપાલીને પાછાં આપી દઉં છું. તંત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાનું મને ન પરવડે. એટલે તમારું સામયિક પાછું આપ્યું છે તેથી માઠું ન લગાડશો. એક વખત એવો હતો કે સામયિક ભેટ આવે તો પણ હું એનું લવાજમ ભરતો. હવે એ વખત ગયો છે.”
હીરાલાલભાઈનાં છ સંતાનમાંથી એક પુત્ર અને એક પુત્રી, નાની ઉંમરમાં અવસાન પામ્યાં હતાં. બાકીનાં ચાર સંતાનોમાં બિપિનચંદ્રનો જન્મ સૂરતમાં ૧૯૨૦માં, મનોરમાબહેનનો જન્મ ૧૯૨૪માં મુંબઈમાં, વિબોધચંદ્રનો જન્મ ૧૯૨૭માં મુંબઈમાં અને નલિનચંદ્રનો જન્મ ૧૯૨૯માં મુંબઈમાં થયો હતો. (આ ચાર સંતાનોમાંથી, મનોરમાબહેન કેટલાક વખત પહેલાં અવસાન પામ્યાં છે. બિપિનચંદ્ર, વિબોધચંદ્ર અને નલિનચંદ્ર હાલ વિદ્યમાન છે અને નિવૃત્તિમય જીવન ગાળે છે.).
હીરાલાલભાઈનાં યેષ્ઠ પુત્ર, ડૉ. બિપિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થયા પછી, “ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી એમણે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જર્મન ભાષાના પણ જાણકાર ડૉ. બિપિનચંદ્ર જૈન ધર્મના વિવિધ વિષય પર લેખો લખ્યા છે, જે જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન'ના નામથી ગ્રંથસ્થ થયેલા છે.
હીરાલાલભાઈના સુપુત્રી મનોરમાબહેને એમ.એ. અને બી.ટી. સુધીનો અભ્યાસ કર્યા પછી, સૂરત તથા મુંબઈમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેઓ અપરિણીત રહ્યાં હતાં. એમણે આગમોદ્ધારક શ્રી આનંદક્સાગરસૂરિ(સાગરજી મહારાજ)નું જીવનચરિત્ર લખ્યું હતું તથા કેટલાંક ગ્રંથાવલોકન લખ્યાં હતાં.
હીરાલાલભાઈના બીજા પુત્ર ડૉ. વિબોધચંદ્રની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં, સૂરત કેન્દ્રમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી તેમણે પારિતોષિક મેળવ્યું હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીના વિષયમાં સંશોધન કરીને શોધપ્રબંધ લખીને એમ.એસસી.ની અને ત્યાર પછી પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં વનસ્પતિશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org