SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૨ વંદનીય હૃદયસ્પર્શ (Natural Products)ના વિષયમાં, સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને નિવૃત્તિવય સુધી ત્યાં જ રહ્યા હતા. એમણે કરેલું સંશોધન ઈન્ટરનૅશનલ જર્નલોમાં પ્રકાશિત થયું છે. હીરાલાલભાઈના ત્રીજા પુત્ર નલિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, વિ.જે.ટી.આઈ.માં ડાઇંગ અને બ્લીચિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. મુંબઈમાં આઈ.સી.આઈ.માં કાર્ય કર્યા પછી, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી. ખાનપાનની ચીવટપૂર્વકની નિયમિતતાના કારણે જીવનભર હીરાલાલભાઈની તબિયત સારી રહી હતી. પણ લેખનવાંચનની સતત પ્રવૃત્તિને લીધે એમની આંખોને ઘણો શ્રમ પડતો. યુવાન વયે જ એમને ચશ્માં આવી ગયાં હતા. એમ છતાં એમની વાંચનલેખનની પ્રવૃત્તિ એકધારી જ રહ્યા કરી હતી. દર થોડાં વર્ષે, એમનાં ચશમાંનો નંબર વધતો જતો હતો. કૉલેજના અધ્યાપનકાર્યમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે એમનાં જમાનો નંબર પંદર સુધી પહોંચી ગયો હતો. એટલા જાડા કાચવાળા ચશ્મા પહેરીને પણ તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. વાંચવા માટે બિલોરી કાચ રાખતા. ચમાં એમના શરીરનું અનિવાર્ય અંગ બની ગયું હતું. ચશ્માં વગર સરખું દેખાય નહિ. પાંસઠની ઉંમર પછી એમને આંખે મોતિયો ચાલુ થયો હતો. એટલે તો વળી મુશ્કેલીમાં વધારો થયો. બોંતેર વર્ષની વયે બંને આંખે મોતિયો પાકતાં, એમણે ઑપરેશન કરાવી, મોતિયો ઉતરાવ્યો હતો. ત્યાર પછી પણ આંખે કંઈક ને કંઈક તકલીફ ચાલતી રહેતી. એમ છતાં એમનું લેખનવાંચનનું કાર્ય જીવનના અંત સુધી ચાલ્યું હતું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, નાજુક તબિયત અને અન્ય પ્રતિકૂળતાઓને કારણે તથા સંતાનો મુંબઈ અને પૂનામાં હોવાથી, હીરાલાલભાઈ તથા ઇન્દિરાબહેન, પોતાનું સૂરતનું ઘર કાયમને માટે બંધ કરી દઈને ૧૯૭૨માં પોતાના પુત્રને ત્યાં મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે એમની સ્વાધ્યાય અને લેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પરંતુ બંધ પડી નહોતી. તેમના લેખો પ્રકાશિત થવામાં જે ગતિ હતી તેના કરતાં લેખનની ગતિ વિશેષ રહી હતી. એટલે જ્યારે પણ એમને પૂછીએ ત્યારે એમની પાસે કેટલાક અપ્રકાશિત લેખો તો પ્રકાશન માટે તૈયાર હોય જ. વળી એની સાથે સાથે ક્રૂરેલા નવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy