________________
મારાં માતુશ્રી સ્વ. રેવાબા
૪૯૧ ગયાં, પણ સૌથી મોટા ભાઈ ૨૨-૨૩ વર્ષના થયા, પણ હજુ સગાઈની કોઈ વાત આવતી નહિ. આથી બાને વધારે ચિંતા થતી. અડધી રાતે પણ પથારીમાં બેઠાં વિચાર કરતાં હોય. છેવટે ૨૬ વર્ષની વયે સૌથી મોટા ભાઈનાં લગ્ન થયાં. એક વખત લાઇન ચાલુ થઈ એટલે પછી ચાલવા લાગી. અમારા ત્રણ ભાઈનાં સગાઈ-લગ્ન થઈ ગયાં.
મારાં લગ્ન વખતે પરિસ્થિતિ ઊલટી થઈ. મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યો. હવે જ્ઞાતિમાંથી વારંવાર કન્યાની વાત આવતી પણ બાને તે યોગ્ય લાગતી નહિ. છેવટે મારાં લગ્ન જ્ઞાતિ બહાર કરવાનો નિર્ણય થયો. એમ થાય તો અમને જ્ઞાતિબહાર મૂકવામાં આવે, પણ હવે જ્ઞાતિનાં બંધનો શિથિલ થયાં હતાં. એટલે મારાં લગ્ન માટે અન્ય જૈન જ્ઞાતિનાં અને કૉલેજમાં સહાધ્યાયિની, મુંબઈની સોફાયા કૉલેજમાં અધ્યાપિકા તારાબહેનની એમના પિતા તરફથી દરખાસ્ત આવી ત્યારે બાએ અને કુટુંબના સર્વેએ એ સહર્ષ સ્વીકારી લીધી. બાનો ઉલ્લાસ એટલો બધો હતો કે અમારાં લગ્નના દિવસે તેઓ દાદર ઊતરતાં પડી ગયાં અને વાગ્યું તો પણ સમગ્ર વિધિ અને સત્કાર સમારંભ દરમિયાન કોઈને જણાવા દીધું નહોતું. વળી ત્યારે સોફાયા કૉલેજનાં પ્રિન્સિપાલ મધર વોર્ડને પગે લાગવા અમે ગયાં તો તેઓ સાથે આવ્યાં હતાં. આ રીતે એમણે સોસાયા કૉલેજ પણ જોઈ.
ત્યાર પછી કેટલાંક વર્ષ બાને સારું રહ્યું. તેઓ શત્રુંજય, શંખેશ્વર, મહુડી, માતર, ઝઘડિયા, કાવી વગેરે સ્થળે કેટલીક વાર જાત્રા કરી આવ્યાં. વળી તેઓ સ્પેશિયલ ટ્રેઈનમાં ૪૫ દિવસની શિખરજીની યાત્રા કરી આવ્યાં, જેમાં દિલ્હી, આગ્રા તથા ઉત્તર, બિહાર, મધ્યપ્રદેશ અને આંધ્ર સહિત ઘણાં બધાં તીર્થોનો સમાવેશ થયો હતો.
ત્યાર પછી બાને ૬૮ વર્ષની ઉંમરે લકવાનો હુમલો આવ્યો. તરત હૉસ્પિટલમાં દાખલ કર્યા અને અઠવાડિયામાં સારા થઈને ઘરે આવ્યાં. ત્યાર પછી અમે બા-બાપુજીને વિમાનમાં ભાવનગર લઈ જઈ શત્રુંજયની જાત્રા કરાવી આવ્યા. વિમાનમાં બેસવાનો એમનો પહેલો અનુભવ હતો. એથી એમણે ખૂબ આનંદ અનુભવ્યો.
લકવામાંથી બા સાજા થતાં અને હરતાંફરતાં થયાં. કેટલીક જાત્રાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org