________________
४७३
પિતાશ્રીની ચિરવિદાય વાર કહેતા કે “તમે હવે ટી.વી. જુઓ છો. હું તો ટી.વી.ની શોધ થઈ તે પહેલાં અમારા પાડોશમાં ટી.વી. જોતો.” પડોશમાં રહેતા ત્રિભોવન વિઠ્ઠલ તે ટી.વી. એમના જમાનામાં ઘણાં ગામડાંઓમાં હાઈસ્કૂલ નહોતી. ગુજરાતી સાત ચોપડી સુધીની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ હોય. એને બધા એ.વી. સ્કૂલ કહે છે. બાપુજી એ દિવસોમાં કહેતા કે “અમારા ગામમાં એ.વી. સ્કૂલ નહોતી, તો પણ મને એ.વી. સ્કૂલમાં ભણવા મળ્યું હતું.” એ.વી. એટલે એમના પિતાશ્રી અમૃતલાલ વનમાળીદાસ.
અમારા કુટુંબમાં કોઈ સારો પ્રસંગ હોય અથવા બહારગામ જવાનું હોય તો સહુ કોઈ બાપુજી પાસે એ માટે માંગલિક સાંભળતા. પ્રત્યક્ષ જવાનો સમય ન હોય તો છેવટે ફોન પર પણ માંગલિક સાંભળતા. છેલ્લા બે-અઢી દાયકામાં બાપુજીનું ત્રીજા ભાગનું કુટુંબ વિદેશમાં સિંગાપોર અને અમેરિકામાં વસ્યું. ત્યાંથી પણ નવીનભાઈ, શૈલેષ, હીરેન, ઉન્મેષ, શુભા, અમિતાભ વગેરે ફોન કરીને બાપુજીનું માંગલિક સાંભળતા. બાપુજીના માંગલિક માટે બધાંને એક પાકી શ્રદ્ધા થઈ ગઈ હતી. મારે પ્રવાસે વારંવાર જવાનું થતું. પરંતુ પ્રત્યેક વખતે અચૂક માંગલિક સાંભળીને જવાનું રાખ્યું હતું. ટેવમાં એ વણાઈ ગયું હતું. છેલ્લે અમે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાપુજીનું માંગલિક સાંભળીને ગયાં હતાં. બાપુજીનું એ પ્રત્યક્ષ માંગલિક અમારે માટે છેલ્લું હશે એવું ત્યારે લાગ્યું નહોતું. બાપુજીના સ્વર્ગવાસથી અમારા બધા માટે આ એક મોટી ખોટ રહેશે. હવે ટેપથી સાંભળવા મળશે પણ પ્રત્યક્ષ માંગલિક સાંભળવા નહિ મળે. અલબત્ત, પણ એ પુણ્યાત્માનાં દિવ્ય આશિષ તો અમારા પર સતત વરસતાં રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org