________________
૨૭
વિજય મરચન્ટ
શ્રી વિજય મરચન્ટનું મંગળવાર, તા. ર૭મી ઑક્ટોબર ૧૯૮૭ના રોજ અવસાન થતાં ક્રિકેટના ક્ષેત્રની અને સમાજસેવાના ક્ષેત્રની એક તેજસ્વી વ્યક્તિની આપણને ખોટ પડી છે. એમની ચિરવિદાયથી મને સમાજસેવાના ક્ષેત્રે એક મુરબ્બી-માર્ગદર્શકની ખોટ પડી છે.
શાળા અને કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ક્રિકેટ મારી પ્રિય રમતોમાંની એક હતી એટલે મુંબઈમાં રમાતી ક્રિકેટમેચ જોવા અમે મિત્રો જતા ત્યારે વિજય મરચન્ટ અમારા પ્રિય ખેલાડી હતા. ગુજરાતી, મરાઠી, મદ્રાસી કે હિંદુ, મુસલમાન, પારસી જેવા પ્રાદેશિક, ભાષાકીય કે કોમી ભેદો ત્યારે ન હતા (જોકે બ્રિટિશ રાજય દરમિયાન હિંદુ, મુસલમાન, પારસી એમ કોમવાર ટેસ્ટમેચ દર વર્ષે રમાતી) તો પણ વિજય મરચન્ટ ગુજરાતી ખેલાડી છે એનું અમને ગૌરવ થતું.
| વિજયભાઈના નિકટના સંપર્કમાં આવવાનું મારે સમાજસેવાના નિમિત્તે બન્યું. ક્રિક્ટના ક્ષેત્રે નિવૃત્ત થયા પછી વિજયભાઈએ મુંબઈમાં માનવતાનું, સમાજસેવાનું કાર્ય વેગથી ઉપાડ્યું. અનેક દુઃખી લોકોના સંપર્કમાં તેઓ આવ્યા અને તેમના જીવનમાં સુખશાંતિ કેવી રીતે આણી શકાય એ માટેની વિવિધ યોજનાઓ તેઓ ઘડવા લાગ્યા. એમનો અનુભવ પણ દિવસે દિવસે સમૃદ્ધ બનવા લાગ્યો. એમની પાસે સાંભળતાં ખૂટે નહિ એટલા જાતઅનુભવના કિસ્સાઓ ગરીબ લોકોના દુઃખના હતા. અમારા જૈન યુવક સંઘના ઉપક્રમે ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા હું વિજયભાઈની ઑફિસમાં કેટલાંક વર્ષ પહેલાં ગયો હતો. એક ગર્ભશ્રીમંત, સુખી, તેજસ્વી માણસ, વળી ક્રિકેટના ક્ષેત્રની નામાંકિત વ્યક્તિ ગરીબ લોકોના દુ:ખમાં સાચા દિલથી રસ લઈ કંઈક કરી છૂટવા ઇચ્છે છે એ જાણીને આનંદ થયો હતો. કેટલાય શ્રીમંતોનો અને રમતગમતના ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓનો નિવૃત્તિકાળ ક્લબ અને પાર્ટીઓમાં વીતતો હોય છે. એણે જાતે ગરીબી વેઠી ન હોય તેવી વ્યક્તિને ગરીબોની યાતનાઓનો વાસ્તવિક ખ્યાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org