________________
૨૦૬
વંદનીય હૃદયસ્પર્શ ઓછો આવે છે. ક્યારેક તો વિચાર સુધ્ધાં પણ આવતો નથી. વિજયભાઈ પાસેથી એમનાં સેવાકાર્યની થોડીક ઝલક સાંભળીને એમના પ્રત્યે બહુ આદર થયો. તેઓ પોતાની ઑફિસમાં પોતાનું કામ કરતા જાય અને અમારી સાથે વાતનો દોર પણ ચાલુ રાખે. ટેબલ પર આવતા-જતા કાગળો અને ફાઇલો ઉપર નજર ફેરવતા જાય અને પોતાના અનુભવો વર્ણવતા જાય. વાંચવા માટે બેતાળાં ચમાં જોઈએ અને વાતચીત કરવા માટે ચમાંની જરૂર રહે નહિ. એટલે કાં તો ઘડીએ ઘડીએ ચશ્માં ઉતારવાં પડે અથવા બાયફોકલ ચશ્માં પહેરવાં પડે. વિજયભાઈ એવા ચમાં પહેરતા કે જેમાં નીચેના અર્ધા ભાગમાં વાંચવા માટેનો કાચ હોય અને ઉપરનો અર્ધો ભાગ ખાલી હોય એટલે તેઓ
જ્યારે ટેબલ પર બેસીને કામ કરતા અમારી સાથે વાત કરતા હોય ત્યારે ચમાંની ફ્રેમમાંથી ઉપરના અડધા ખાલી ભાગમાંથી નરી આંખે નિહાળતા. એમની એ લાક્ષણિક મુદ્રા ચિરાંકિત બની ગઈ હતી.
વિજયભાઈ નૅશનલ એસોસિએશન ફૉર બ્લાઇન્ડ નામની સંસ્થામાં પ્રમુખ હતા. એમની ભલામણથી અમારા સંઘના ઉપક્રમે અંધ અને અપંગ લોકોને આર્થિક રીતે પગભર બનવા માટે સ્ટોલ, ટેલિફોન બૂથ, સીવવાના સંચા વગેરે આપવાની યોજના હાથ ધરવામાં આવી હતી. એ યોજના માટે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વિજયભાઈના પ્રેરક ઉદ્બોધન પછી અમને દાતાઓ તરફથી અમારી અપેક્ષા કરતાં ઘણો બધો સારો સહકાર મળ્યો હતો. ત્યાર પછી એ યોજનાનુસાર જ્યારે પણ અંધ કે અપંગ વ્યક્તિને સ્ટોલ કે ટેલિફોન બૂથ કરાવી આપવાનો પ્રસંગ આવે ત્યારે વિજયભાઈ તે માટે ખાસ કાર્યક્રમ ગોઠવતા અને દાતાઓને હાથે તેનું ઉદ્ધાટન કરાવતા. એવા ઘણા બધા કાર્યક્રમોમાં સંઘના હોદ્દેદારો અને અન્ય સભ્યો વિજયભાઈને મળતા. આવા કાર્યક્રમો વખતે વિજયભાઈનો આનંદ સમાતો નહોતો. એમના વ્યક્તિત્વ અને વક્તવ્યમાંથી એ સ્પષ્ટ જણાઈ આવતું. એક મિશનરીની ઢબે એમણે આ કામ ઉપાડ્યું હતું.
ગરીબો માટેની યોજનાઓ વિશે વિચારણા કરવા માટે વિજયભાઈને મળવા માટે મુંબઈમાં ચર્ચગેટ ખાતે સી. સી. આઈ. ક્લબમાં મિટિંગ ગોઠવાતી. વિજયભાઈએ “નાસિઓહ નામની સંસ્થાની સ્થાપનામાં સક્રિય કાર્ય કર્યું. ચેમ્બરમાં આવેલી એ સંસ્થાની મુલાકાત લેવા માટે વિજયભાઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org